ઈ-ન્યુઝલેટર | # ૨ - ફેબ્રુઆરી ૨૦૧૯

સાહસ સાહિત્યસત્ર - ફેબ્રુઆરી ૨૮થી માર્ચ ૨, ૨૦૧૯ - નવસારી

નિમંત્રણ: ગુજરાતી સાહિત્ય પરિષદ અને ન.મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે અને બળવંત પારેખ સેન્ટર, વડોદરાના સૌજન્યથી યુવાશક્તિમાં સાહસવૃત્તિ ખીલવણી અર્થે અગ્રણી પર્વતારોહકો અને સ્વયં-સાહસ-પ્રવાસીઓના સાંનિધ્યમાં નવયુવાનો માટે ત્રિદિવસીય સાહસસત્ર અંતર્ગત સાહસ સાહિત્ય કેળવણી શિબિર.
સાહસ સાહિત્યસત્ર - ફેબ્રુઆરી ૨૮થી માર્ચ ૨, ૨૦૧૯ - નવસારી; સ્થળ: સભાખંડ, સરદાર સ્મૃતિ કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી
(ગુજરાતી સાહિત્ય પરિષદની એક પહેલ)
વધુ માહિતી: અહીંથી
ગુજરાતી નવલકથાના પુસ્તકોનું પ્રદર્શન

ચી.મં.ગ્રંથાલય આયોજિત : શ્રી ઈશ્વર પેટલીકરના જન્મદિવસ નિમિત્તે ગુજરાતી નવલકથાના પુસ્તકોનું પ્રદર્શન. તા.18 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી. સ્થળઃ ચી.મં.ગ્રંથાલય, ગુજરાતી સાહિત્ય પરિષદ.
પરબ આર્કાઈવ્ઝ: વર્ષ ૧૯૬૦થી વર્તમાન

http://parab.online/ - ‘પરબ ઓનલાઈન’ની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ‘પરબ’ સામયિકના, વર્ષ ૧૯૬૦ થી માંડીને આજ સુધીના અંકો ડિજીટલ ફોરમેટમાં આર્કાઈવ્ઝ તરીકે મૂકવામાં આવ્યાં છે. સૂચિ / અનુક્રમણિકા, લેખક, કૃતિ, તેમજ વર્ષ પરથી શોધી શકાય એવી વ્યવસ્થાને લીધે વિદ્યાર્થીઓ, સંશોધન કરી રહેલાં તજજ્ઞો, સાહિત્યરસિક સર્વેને વાંચન અને અભ્યાસની સરળતા રહેશે.
પરબ નવીન અંક- ડાઉનલોડ

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad