સાહિત્યસર્જક: હરીન્દ્ર દવે
સવિશેષ પરિચય:
હરીન્દ્ર દવે-મણિલાલ પટેલ માધવ ક્યાંય નથી (૧૯૭૦) : હરીન્દ્ર દવેની નવલકથા. અહીં દેહધારણથી દેહવિલય સુધીના કૃષ્ણ જીવન અને એમનાં કાર્યોનું આલેખન નારદની ભાવનાપ્રધાન દ્રષ્ટિથી થયું છે. કૃષ્ણના આંશિક રૂપ સમા નારદ પોતાની સમગ્રતારૂપી કૃષ્ણને પામવાનો પ્રયત્ન કરે છે તેમાં વર્તમાન જીવનમાં ખંડિત વ્યક્તિત્વ વડે અખંડ વ્યક્તિત્વને પામવાની જીવતા માણસની અભીપ્સા જોઈ શકાય. કૃષ્ણના જન્મની એંધાણી મળતાં જ તેમને મળવા નીકળતા નારદ દર વખતની જેમ થોડા મોડા પડે છે; અને અંતે કૃષ્ણે જીવનલીલા સંકેલી દીધી એ પછી જ તેમનાં દર્શન પામે છે. કૃષ્ણકથાના ચમત્કારોનું નિવારણ લેખકે કેટલાક ચમત્કારોને કથામાંથી ગાળી નાખીને, કેટલાકને બુદ્ધિગ્રાહ્ય ઘટનારૂપે નિરૂપીને, તો કેટલાકને ભાવનાશીલ પાત્રોની દ્રષ્ટિથી નિરૂપીને કર્યું છે. કૃતિની ભાષામાં કાવ્યાત્મકતાનો સ્પર્શ વર્તાય છે. -દીપક મહેતા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી