ઈ-ન્યુઝલેટર | # ૨ - જૂન ૨૦૧૬પાક્ષિકીઃ તા.૩૦-૬, ગુરુવાર. શ્રી મનહર ઓઝાની મૌલિક વાર્તા 'વોટ્સએપફ્રેન્ડ'નું પઠન અને કૃતિલક્ષી ચર્ચા. સ્થળઃ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ,સાંજે ૬ વાગે.કાવ્ય પાઠશાળા: તા.૫-૭. ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત એની સરૈયા લેખિકાપ્રોત્સાહન નિધિ અંતર્ગત શ્રી યોગેશ જોશી, શ્રી પ્રફુલ્લ રાવલ અને શ્રી પારુલ કંદર્પ દેસાઈના માર્ગદર્શનમાં તા.૫-૭-૨૦૧૬ને મંગળવારના રોજ બપોરે ૩ થી ૫ દરમિયાન કાવ્ય પાઠશાળા ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે યોજાશે. જેમાં બહેનોનાં અપ્રકાશિત કાવ્યોનું પઠન અને ચર્ચા થશે. દરેક બહેનોને નમ્ર વિનંતી કે કાવ્યશિબિરમાં આવો અને આપના પરિચયમાં હોય તે લેખન કરતી, લેખન-વાંચનમાં રસ ધરાવતી બહેનોને પણ સાથે લેતા આવશો.પરબ: તા.૧૦-૭. 'પરબ' જૂન-જુલાઈ ૨૦૧૬નો સંયુક્ત અંક 'લાભશંકર ઠાકર: કાવ્યાસ્વાદ' વિશેષાંક તરીકે પ્રગટ થશે અને તે અંક ૧૦મી જુલાઈ-૨૦૧૬ના રોજ રવાના થશે. તેની નોંધ લેવા વિનંતી.રવીન્દ્રભવન: તા.૧૩-૭. રવીન્દ્રનાથ- 'માનસસુંદરીથી જીવનદેવતા' વિષય પર શ્રી રાજેન્દ્ર પટેલનું વ્યાખ્યાન. સ્થળઃ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, સાંજે ૬.૩૦ વાગે.આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad