સ્વાગત         

સમાચારમે - ૨૦૧૮ પરિષદ સમાચાર


 • આગામી કાર્યક્રમો

 • ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો : ૨૦૧૬ અને ૨૦૧૭નાં બે વર્ષના ગાળામાં પ્રસિદ્ધ થયેલાં પ્રથમ આવૃત્તિવાળાં પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી નીચે પ્રમાણેનાં પારિતોષિકો એનાયત કરવામાં આવશે. સર્વ લેખકો અને પ્રકાશકોને ૩૦-૬-૨૦૧૮ સુધીમાં દરેક પુસ્તકની બે નકલો, કયા પારિતોષિક માટે છે તે વિગત પુસ્તકના પહેલા પાના પર દર્શાવીને પરિષદ કાર્યાલય પર મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે.
 • ૧૭-૦૩-૨૦૧૮: ચી.મ.ગ્રંથાલય ૩૯મા સ્થાપનાદિન નિમિત્તે

 • ગુજરાતી સાહિત્ય પરિષદ અનુબંધ-6નો કાર્યક્રમ 3-3-18ના રોજ શ્રી સિતાંશુ યશચંદ્રના પ્રમુખપદે યોજાઈ ગયો.
 • રવીન્‌દ્રભવનના ઉપક્રમે તા.9-3ના રોજ સાહિત્ય અંગેનો પ્રથમ 'ગોળમેજી સાહિત્ય પરિસંવાદ' યોજાયો હતો. આ સંદર્ભે રવીન્‌દ્રનાથના સાહિત્ય પર કોલ પાંચ લેખ પસંદ કરવામાં આવ્યા હતા.
 • ચરોતર યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે "જળપ્લાવિત વિસ્તારો, તેના પક્ષીસમુદાયો તથા તેનું સંરક્ષણ" વિષય પર ડૉ.ભવભૂતિ પારાશર્યનું વક્તવ્ય યોજવામાં આવ્યું હતું.
 • ચી.મં.ગ્રંથાલયના 39મા સ્થાપનાદિન નિમિત્તે તા.17-3 ના રોજ અલભ્ય પુસ્તકો અને અદએય સામયિકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
 • તા.26-2ના રોજ ડો.માણેક પટેલ 'સેતુ' દ્વારા તૈયાર કરાયેલી 'વેલકમ ટુ અમદાવાદ' ડોક્યુમેન્ટ્રી દર્શાવવામાં આવી.
 • ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તથા શ્રી રાજસોભાગ સત્સંગમંડળના સંયુક્ત ઉપક્રમે તા. ૪ અને ૫ નવેમ્બર, ૨૦૧૭ના રોજ એક વિરલ સાહિત્યપરિસંવાદનું આયોજન થયું હતું. આ આયોજન શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતીના વર્ષની ઉજવણીના ભાગ રૂપે સાયલા મુકામે શ્રી રાજસોભાગ આશ્રમ ખાતે થયું હતું. તા. ૪ના રોજ સત્રના પ્રથમ દિવસે સવારે ૧૦-૦૦ ક્લાકે શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટન બેઠકનો આરંભ થયો હતો. પૂ. ભાઈશ્રી નલિનભાઈ કોઠારી દ્વારા દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમણે આ તકે મંગલભાવ પ્રગટ કરતું ઉબોધન કર્યું હતું. શ્રીમતી મીનળબહેન શાહે આવકારવચનો કહ્યાં હતાં. આ પ્રથમ બેઠકમાં સર્વશ્રી પ્રફુલ્લ રાવલ અને રાજેન્દ્ર પટેલે અનુક્રમે “શ્રીમદ્ રાજચંદ્રની જીવનકળા” તથા “શ્રીમદ્જીનું સાહિત્યસર્જન અને પદ્ય/ગદ્યની વિશેષતાઓ' વિષયો પર વક્તવ્યો આપ્યાં હતાં. અધ્યક્ષીય ઉદ્બોધનમાં શ્રી ટોપીવાળાસાહેબે “શ્રીમદ્રની કવિતાપ્રવૃત્તિને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈ તપાસી હતી. “અર્વાચીન કવિતા (સુંદરમ્)માંથી અવતરણ ટાંકીને શ્રીમદ્જીની કવિતાને સદષ્ટાંત તપાસી હતી. અને તેમનું ભાષા કર્મ કેવું છે તે સમજાવ્યું હતું. દલપતરામ કવિનો શ્રીમદ્ પર પડેલો પ્રભાવ સરસ છે તેમ નોંધ્યું હતું. બેઠકનું સંચાલન શ્રી ચંદ્રકાન્ત વ્યાસે કર્યું હતું. સમગ્ર બેઠક અભ્યાસલક્ષી રહી હતી અને વધુ અભ્યાસ પ્રતિ રાહ ચીંધનારી હતી.
 • પરિસંવાદની બીજી બેઠકનો પ્રારંભ પ્રથમ દિવસે બપોરે ર-૩૦ કલાકે થયો હતો. આ બેઠકના અધ્યક્ષશ્રી રઘુવીર ચૌધરી હતા. બેઠકનું સંચાલન શ્રી યોગેશ જોષી કરવાના હતા, પરંતુ તેમની અનુપસ્થિતિના કારણે અધ્યક્ષશ્રીએ એ કાર્યભાર સંભાળ્યો હતો. વક્તાઓ હતા, સર્વશ્રી લાભશંકર પુરોહિત, નિરંજન રાજ્યગુરુ અને નાથાલાલ ગોહિલ. તેઓએ અનુક્રમે “શ્રીમદ્જીની આધ્યાત્મિક સાધનાગતિ', “શ્રીમદ્ રાજચંદ્રનાં અધ્યાત્મપદો” અને “શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વવિચાર' વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. વ્યાખ્યાન આપતી વખતે નિરંજન રાજયગુરુએ તથા લાભશંકર પુરોહિતે સુંદર ગાન દ્વારા શ્રીમદ્જીની તથા અન્ય સંતોની વાણીનો મધુર આસ્વાદ કરાવ્યો હતો. સંચાલન દરમિયાન તથા અધ્યક્ષીય ઉબોધન સમયે શ્રી રઘુવીર ચૌધરીએ કહ્યું કે “મૂળ વાત સ્વાધ્યાયની હતી. આયોજન સ્વાધ્યાયલક્ષી છે. આ બેઠક આસ્વાદ્ય અને સ્મરણીય રહી. આ તકે રઘુવીરભાઈએ વિક્રમભાઈ તથા મિનલબહેનને પુસ્તક ભેટ આપ્યાં હતાં તે અંગે ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમાં ભારત અને બાહુબલિની વાત છે. અહિંસાની તેમાં વાત છે. રાત્રે મનોરંજન-કાર્યક્રમનું આયોજન થયું હતું.
 • વધુ વાંચો...


 • ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા અંગે જાહેર નિવેદન
 • ગ્રંથવિહાર : 'ગ્રંથવિહાર' એ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તકવેચાણ કેન્દ્રનું નામ છે. પરિષદ પરિસરમાં બીજા પ્રકાશકોનાં સાહિત્યિક પુસ્તકો પણ ઉપલબ્ધ થાય એ આશય છે.
 • ચી.મ.ગ્રંથાલય: પુસ્તકો રિન્યુ કરાવવા માટે એડ્રેસ પર ઈમેલ કરવી. સાથે પુસ્તક નંબર, પુસ્તક પરત તારીખ અને કોડ નંબર અવશ્ય લખવા.
 • ઈ-ન્યુઝલેટર
 • કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
 • ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પેજ: https://www.facebook.com/GujaratiSahityaParishad/

..વધુ વાંચો »

--> આપના પ્રતિભાવ ઈ-મેલ દ્વારા અહીંથી |પરિષદ-પ્રમુખશ્રીનું વ્યાખ્યાન: તાવ સે અકખર ધોલિસાઈ.. - ડિસેમ્બર ૨૦૧૭


- શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર

તાવ સે અકખર ધોલિસાઈ..

ત્યાં લગ અક્ષર ઘોળ, જ્યાં લગ તું નિરક્ષર થાય ... વધુ વાંચો »


પુસ્તક વિભાગ


નવું પુસ્તક!

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ: ૭
(ઈ.૧૯૧૦-૧૯૩૫)
સ્વાતંત્ર્યોત્તર યુગ-૧

- સં.રમેશ ર.દવે, પારુલ કંદર્પ દેસાઈ, પાકું પૂંઠું, પૃ.૬૩૨, કિં.રૂ.૪૧૫/-'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' ગ્રંથશ્રેણીના આ સાતમા ભાગમાં સ્વાતંત્ર્યોત્તર યુગના સમયગાળાના સર્જકો અને કૃતિઓ વિશે વિચારણા થઈ છે. અનેક વિદ્વાનોના સહયોગથી તૈયાર થયેલો આ માતબર ઇતિહાસગ્રંથ વિદ્યાર્થીઓ તથા અભ્યાસીઓને ઉપયોગી નીવડશે.

નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »

આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી

વાચનકક્ષ


આર્કાઈવ્ઝમાંથી


પદ્ય: મૃત્યુને - નિરંજન ભગતમૃત્યુ, મારા જન્મ સાથે તારો જન્મ.
પણ ત્યારે તો તું દૂર, દૂર.
દૂરથી તારો ચહેરો જોયો હતો, ઝાંખો ઝાંખો,
ક્યરેક કઠોર, ક્યારેક કોમળ.
જેમ જેમ હું જીવતો ગયો,
તેમ તેમ હું તારી નિકટ થતો ગયો.
તોયે હજીયે તું દૂર.
હવે આજે તું નિકટ.
નિકટથી તારો ચહેરો જોઉં છું, સ્વચ્છ સ્વચ્છ,
સદા શાન્ત, સદા સૌમ્ય.
હવે આજે તું અતિ નિકટ.
ગમે ત્યારે આપણે એકમેકમાં ભળી જશું,
ગમે ત્યારે આપણે એકસાથે જ બળી જશું.
ત્યારે મારા મૃત્યુ સાથે તારું મૃત્યુ.

- ૧૮ મે ૨૦૧૭


(પરબ : જુલાઈ -૨૦૧૭)


વધુ વાંચો »


સભ્યપદ

નવું અને રિન્યૂઅલ

ડોનેશન અને આપનો સહયોગ

માહિતી

 • સેક્શન 80G
 • કરમુક્ત
દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ

ઓડિયો વિડિયો આર્કાઈવ્ઝ


ઇતિહાસ

૧૦૦ વર્ષથી ય વધુ

ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. આ સમય દરમ્યાન, ઈ.સ.૧૯૨૦માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું અતિથિવિશેષપદ નોંધપાત્ર હતું. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલું બારમું પરિષદ-સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદથી અવિસ્મરણીય બની રહ્યું. ...વધુ વાંચો››

સીમાચિહ્નો્ (માઇલસ્ટોન્સ)

Since 1905