રોજગારીની તકો

જોઈએ છે: સંદર્ભ સહાયક

જોઈએ છે: સંદર્ભ સહાયક

ભારતીય સાહિત્યને ભાષાના સીમાડા ન નડે અને વિવિધ ભાષાનાં પુસ્તકો અન્ય ભારતીય ભાષામાં ઉપલબ્ધ બને તેવા ઉદ્દેશથી શ્રી નારાયણભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ગૂજરાત વિદાપીઠ ખાતે 'અનુવાદ પ્રતિષ્ઠાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધી સાહિત્ય ઉપરાંત મોટાભાગની ભારતીય ભાષાનાં ઉત્તમ પુસ્તકો અન્ય ભારતીય ભાષામાં અનુવાદિત કરાવી તૈયાર કરવામાં આવશે.

 

આ માટે સંદર્ભ સહાયક તરીકે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની આવશ્યકતા છે. કમ્પ્યૂટરમાં માઈક્રોસેફ્ટ વર્ડ, એક્સેલ, ગુજરાતી, અંગ્રેજી ડીટીપીની પૂરી આવડત અનિવાર્ય છે. આ ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં કાર્ય કરી શકતા હોવા જોઈએ. કોઈપણ વિદ્યાશાખામાં અનાતક / અનુસ્નાતક થયેલા તેમજ સંશોધન, ભાષા અને ગાંધીજીના સાહિત્યમાં રૂચિ ધરાવતા ઉમેદવારો વિગતવાર બાયોડેટા સાથે પોતાની અરજી મોકલી આપે. પગારધોરણ લાયકાત મુજબ રૂ.૭૦૦૦- ૧૦૦૦૦/- નું રહેશે. અરજી મોકલવાનું સરનામુ: કુલસચિવશ્રી, ગૂજરાત વિદ્યાપીઠ, 'અનુવાદ પ્રતિષ્ઠાન', આશ્રમ માર્ગ, અમદાવાદ ૩૮૦૦૧૪.

 

અરજી મોકલવાની અંતિમ તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૧૨ રહેશે.

 

 

 


વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો.