સ્વાગત         

સમાચારજાન્યુઆરી - ૨૦૧૭ પરિષદ સમાચાર


 • મગરવાડામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૯મું જ્ઞાનસત્ર યોજાઈ ગયું.
 • ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત તા.૧૭-૧૨-૧૬ના રોજ એક દિવસીય પરિસંવાદ 'મૃતનો અમૃતયોગ' યોજાયો હતો.
 • પાક્ષિકી અંતર્ગત તા.૧૫-૧૨ના રોજ ધવલ સોનીએ 'પીડા' વાર્તાનું પઠન કર્યું હતું.
 • રવીન્‌દ્રભવન, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તા.૮-૧૨ના રોજ નિરંજન ભગતે 'રવીન્‌દ્રનાથની કાવ્યસૃષ્ટિ: કાહિની' વિશે વક્તવ્ય આપ્યું હતું.
 • ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તા. ૨૩-૯-૨૦૧૬ના રોજ ‘કરુણપ્રશસ્તિ’ વિશે એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિસંવાદની ઉદ્દઘાટન બેઠક પરિષદના પ્રમુખ શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાની અધ્યક્ષતામાં સવારે ૯.૩૦ કલાકે શરૂ થઈ હતી.
 • ગ્રંથવિહાર : 'ગ્રંથવિહાર' એ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તકવેચાણ કેન્દ્રનું નવું નામ છે. પરિષદ પરિસરમાં બીજા પ્રકાશકોનાં સાહિત્યિક પુસ્તકો પણ ઉપલબ્ધ થાય એ આશય છે.
 • ચી.મ.ગ્રંથાલય: પુસ્તકો રિન્યુ કરાવવા માટે એડ્રેસ પર ઈમેલ કરવી.
 • પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
 • અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.
 • ઈ-ન્યુઝલેટર
 • ગ્રંથસમીક્ષા, ગ્રંથાવલોકન માટે ક્લીક કરો.
 • કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
 • ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પેજ: https://www.facebook.com/GujaratiSahityaParishad/

..વધુ વાંચો »

--> આપના પ્રતિભાવ ઈ-મેલ દ્વારા અહીંથી |અધ્યક્ષીય પ્રવચન: ડિસેમ્બર ૨૦૧૬


-ચન્દ્રકાન્ત ટોપીવાળા

મર્યાદાભંગનું યુગપ્રવર્તન

અત્યારે મર્યાદાભંગનું યુગપ્રવર્તન છે. ‘મર્યાદા’ પદનું “મયાંદાપુરુષોત્તમ'માં જે રીતે વચનની મર્યાદાના સંદર્ભમાં અર્થગ્રહણ થયું છે એનાથી બરાબર વિપરીત રીતે એનો અર્થ અહીં સમજવાનો છે....

વધુ વાંચો »


પુસ્તક વિભાગ


નવું પુસ્તક!

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ: ૭
(ઈ.૧૯૧૦-૧૯૩૫)
સ્વાતંત્ર્યોત્તર યુગ-૧

- સં.રમેશ ર.દવે, પારુલ કંદર્પ દેસાઈ, પાકું પૂંઠું, પૃ.૬૩૨, કિં.રૂ.૪૧૫/-'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' ગ્રંથશ્રેણીના આ સાતમા ભાગમાં સ્વાતંત્ર્યોત્તર યુગના સમયગાળાના સર્જકો અને કૃતિઓ વિશે વિચારણા થઈ છે. અનેક વિદ્વાનોના સહયોગથી તૈયાર થયેલો આ માતબર ઇતિહાસગ્રંથ વિદ્યાર્થીઓ તથા અભ્યાસીઓને ઉપયોગી નીવડશે.

નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »

આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી

વાચનકક્ષ


આર્કાઈવ્ઝમાંથી


પદ્ય: છે છે અને નથી નથી - નિરંજન ભગતપ્રાતઃકાલે લીલા તૃણદલે
ઝાકળબિન્દુ જે ઝમ્યું,
સંધ્યાકાલે નીલા નભતલે
ઇદ્રધનુષ્ય જે નમ્યું,
એને પકડવા જકડવા બહુ કર્ય઼ું મથી મથી,
પણ છે છે અને નથી નથી.
ઓચિંતુ મળ્યું મનનું મિત,
એની અંતર્ગૂઢ વ્યથા,
ક્ષણાર્ધમાં અમર્ત્ય શી પ્રીત,
એની અગમ્ય શી કથા,
એને જીવવા મરજીવવા બહુ કર્ય઼ું કથી કથી,
પણ છે છે અને નથી નથી.


(પરબ : મે -૨૦૦૫)


વધુ વાંચો »


પ્રવૃત્તિ વિભાગ

રવીન્દ્રભવન

ગુજરાતી ભાષા

માતૃભાષા

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

પરિષદના પ્રમુખો

૧૯૦૫-થી-વર્તમાન
વર્તમાન પ્રમુખ: શ્રી
ચન્દ્રકાન્ત ટોપીવાળા (વર્ષ ૨૦૧૬-૧૭)

સભ્યપદ

નવું અને રિન્યૂઅલ

ડોનેશન અને આપનો સહયોગ

માહિતી

 • સેક્શન 80G
 • કરમુક્ત
દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ

ઓડિયો વિડિયો આર્કાઈવ્ઝ


ઇતિહાસ

૧૦૦ વર્ષથી ય વધુ

ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. આ સમય દરમ્યાન, ઈ.સ.૧૯૨૦માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું અતિથિવિશેષપદ નોંધપાત્ર હતું. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલું બારમું પરિષદ-સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદથી અવિસ્મરણીય બની રહ્યું. ...વધુ વાંચો››

સીમાચિહ્નો્ (માઇલસ્ટોન્સ)

Since 1905