પરિષદવૃત્ત: સમાચાર

મે - ૨૦૧૭

 • શોકસભા : ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તા.૨૭-૩-૨૦૧૭ના રોજ સાંજે ૬.ના વાગે વિદેહ થયેલા સાહિત્યકારોને શોકાંજલિ આપવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી હસમુખ બારાડીને શ્રી પ્રવીણ પંડ્યાએ, શ્રી તારક મહેતાને અશોક દવેએ, શ્રી ચિનુ મોદીને શ્રી સુભાષ શાહે, શ્રી પ્રાણજીવન મહેતાને શ્રી હર્ષદ ત્રિવેદીએ શોકાંજલિ આપી હતી.
 • ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તા.૨૦-૪-૨૦૧૭ના રોજ પરિષદ પ્રમુખ શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાની અધ્યક્ષતામાં વિદેહ થયેલા સાહિત્યકારો શ્રી રવીન્દ્ર ઠાકોર અને શ્રી જનક નાયકને શોકાંજલિ આપવા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી રવીન્દ્ર ઠાકોરને શ્રી યોસેફ મેકવાને અને શ્રી જનક નાયકને શ્રી ધ્વનિલ પારેખે શોકાંજલિ આપી હતી. આ શોકસભામાં અનેક સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.
 • ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના ઉપક્રમે શ્રી હરિનારાયણ આચાર્ય વ્યાખ્યાનમાળા અંતર્ગત ડો. બકુલ ત્રિવેદીએ ‘પક્ષી નિરીક્ષણ : ગુજરાતના પક્ષી સાહિત્યના સંદર્ભે વિષય પર તા.૧૮-૪-૨૦૧૭ના રોજ સાંજે ૫.૩૦ કલાકે વક્તવ્ય આપ્યું હતું.
 • ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી ભાષા-સાહિત્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે કાકાસાહેબ કાલેલકર વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી પ્રકાશ ન. શાહે ‘કાકાસાહેબ કાલેલકરની વિચારયાત્રા’ વિષય પર તા.૩૧-૩-૨૦૧૭ના રોજ સાંજે ૪.૦૦ કલાકે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે વક્તવ્ય આપ્યું હતું.
 • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા. સ્વાધ્યાયમંદિર અને દર્શક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘ગ્રંથગોષ્ઠિ’ કાર્યક્રમમાં તા.૨૫-૪-૨૦૧૭ના રોજ સાંજે ૬.૦૦ કલાકે શ્રી વર્ષા અડાલજાની નવલકથા ‘ક્રોસરોડ’ વિશે શ્રી ભરત મહેતાએ વક્તવ્ય આપ્યું હતું.
 • તા.૨૩-૩-૨૦૧૭ના રોજ “પાક્ષિકી’ અંતર્ગત શ્રી ગોપાલી બુચે “અનુકંપા’ વાર્તાનું પઠન કર્યું હતું.
 • તા૬-૪-૨૦૧૭ના રોજ 'પાક્ષિકી'માં શ્રી રમેશ દરજીએ 'આખલો અને રીંછ' વાર્તાનું પઠન કર્યું હતું. ત્યાર પછી શ્રી મહેન્દ્ર સિંહ પરમારે 'બ્લેન્કેટ' વાર્તાનું પઠન કર્યું હતું.
 • ગ્રંથવિહાર : 'ગ્રંથવિહાર' એ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તકવેચાણ કેન્દ્રનું નામ છે. પરિષદ પરિસરમાં બીજા પ્રકાશકોનાં સાહિત્યિક પુસ્તકો પણ ઉપલબ્ધ થાય એ આશય છે.
 • ઈ-ન્યુઝલેટર
 •  

  આર્કાઈવ્ઝ

   

  સંકલન: પ્રફુલ્લ રાવલ


  વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.