પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૧

મે-૨૦૧૧

મે

  • શ્રી બી.કે.વ્યાસ વ્યાખ્યાનમાળા: ગુજરાતી સાહિત્ય પરિષદ અને મહિલા મહાવિદ્યાલય, વડોદરાના સંયુક્ત ઉપક્રમે શ્રી બી.કે.વ્યાસ વ્યાખ્યાનમાળા અંતર્ગત તા.18-1 ના રોજ ડૉ.ભગીરથ બ્રહ્મભટ્ટે વ્યાખ્યાન આપ્યું હતું.
  • ઉમાશંકર જોશી જન્મશતાબ્દી: ગુજરાતી સાહિત્ય પરિષદ અને પ્રગતિ મિત્રમંડળ મુંબઈના સંયુક્ત ઉપક્રમે ઉમાશંકર જોશીના જીવનકવનને આવરતી નાટ્યાત્મક રજૂઆત અને કવિસંમેલનનું આયોજન તા.27-3ના રોજ કરવામાં આવ્યું હતું.
  • પાક્ષિકી: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'પાક્ષિકી' અને 'જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન'ના સંયુક્ત ઉપક્રમે વિશ્વરંગભૂમિદિન 27 મી માર્ચના રોજ, નાટ્યવાંચન, નાટ્યતાલીમ, વગેરે વિવિધ કાર્યક્રમોનો આરંભ 'નાટ્યપરિક્રમા' શીર્ષકથી કરવામાં આવ્યો.
  • નાટ્યપરિક્રમા: નાટ્યપરિક્રમાના ઉપક્રમે તા.1-4ના રોજ ચં.ચી.મહેતા અને જશવંત ઠાકર વિશે દસ્તાવેજી ફિલ્મો દર્શાવવામાં આવી હતી.
  • સાહિત્યસિદ્ધાંત શ્રેણી: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અંતર્ગત સાહિત્યસિદ્ધાંત શ્રેણીનું નવમું વ્યાખ્યાન તા.7-4ના રોજ હતું, જેમાં ડૉ.મધુસૂદન બક્ષીએ વક્તવ્ય રજૂ કર્યું હતું.
  • શ્રીમતી સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા: ગુજરાતી સાહિત્ય પરિષદ અને પ્રેમાનંદ સાહિત્યસભાના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: ભરત સાધુ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.