પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૧

ઑક્ટોબર-૨૦૧૧

ઑક્ટોબર

  • અમદાવાદના વગોવાયેલા વિસ્તારના છારાનગરના બાળકોએ પ્લાસ્ટિકના કાર્બા, વાસણો વગેરેથી એવું તો સંગીત પીરસ્યું કે જેની કલ્પના પણ ન કરી શકીએ. આ કાર્યક્રમ નાટ્યપરિક્રમા અંતર્ગત હતો.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી માધ્યમમાં ભણતા લાખો વિદ્યાર્થીઓની વહારે ધાઈ છે. ટેકનિકલ કોર્સ માટે પ્રવેશ-પરીક્ષાઓ અંગ્રેજીમાં લેવાય છે. આ અંગે પરિષદે અન્ય સંસ્થાઓ સાથે રહીને હાઈકોર્ટનાં બારણાં 106 વર્ષમાં પહેલીવાર ખટખટાવ્યાં છે.
  • 'ચેમ્બર ઑફ કૉમર્સ' જોડે સંવાદ ચાલે છે.સાહિત્યના વારસાના જતન માટે ચેમ્બર કેવી રીતે પરિષદ સાથે જોડાય તેની પ્રાથમિક કક્ષાની વાત ચાલે છે.
  • ગુજરાતી ભાષા અને એનું સાહિત્ય આવતી કાલની પેઢીને સુપેરે ઈન્ટરનેટ ઉપર મળી રહે એ માટે 'વિકીપીડિયા' સાથેનાં જોડાણોને વધુ દ્રઢ વેગવાન કરવામાં આવ્યાં.
  • પરિષદે હમણાં એક સરસ નિર્ણય કર્યો છે. એ છે દલિત સાહિત્યના દરેક સ્વરૂપમાં સર્જાયેલી ઉત્તમ કૃતિઓ ચૂંટીને એનું સંકલન કરવું અને એક નોખું પુસ્તક તૈયાર કરવું.
  • હમણાં કેસીજી જોડે રહીને એક વિશિષ્ટ અભ્યાસક્રમ તૈયાર કર્યો. બી.એડ.માં ભણાવતા શિક્ષકો માટે.
  • ભાષાસભાનતા વધે અને ભાષાકૌશલ્યો ખીલે એ માટે ચાલતા 'માતૃભાષા કૌશલ અભ્યાસક્રમ'ની સાતમી બેચનો પ્રારંભ થયો.
  • સર્જાતા સાહિત્યને પૂરક એવો પ્રાણ મળે એ માટે ઉત્તમ સાહિત્યની અનુવાદપ્રવૃત્તિને વેગવાન કરવામાં આવી.
  • ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા અનુવાદ અને પત્રકારત્વના અભ્યાસક્રમની યોજના હતી, તેનો વિશેષ અભ્યાસક્રમનો આરંભ થયો.
  • ક.લા.સ્વાધ્યાયમંદિર હાલ સાહિત્યકોશ અને ઈતિહાસના કામમાં ગળાડૂબ છે.
  • ૧૪/૧૫ ઑક્ટોબરે રવીન્દ્રનાથની ૧૫૦મી જન્મજયંતિ ઊજવવાનું રવીન્દ્રભવને નક્કી કર્યું.
  • દર મહિનાના ત્રીજા શનિવારે સાબરમતી/વડોદરા જેલમાં સાહિત્યિક કાર્યક્રમ કરવાની જવાબદારી પરિષદે લીધી અને એ અંગે બેઠક યોજી.
  • સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
  • અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના છેંતાલીસમા અધિવેશનનું આયોજન રૂપાયતનના યજમાનપદે, જૂનાગઢ મુકામે તા.૨૩-૨૪-૨૫ ડૈસેમ્બર ૨૦૧૧ના ત્રણ દિવસ યોજાશે. અધિવેશનના પ્રમુખ તરીકે મૂર્ધન્ય સાહિત્યકાર-ઉત્તમ નિબંધકાર-અનુવાદક અને વિવેચક શ્રી ભોળાભાઈ પટેલ હશે. અધિવેશનના અતિથિવિશેષ તરીકે ઓડિયા ભાષાના સર્જક શ્રી મનોજ દાસ ઉપસ્થિત હશે.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: ભરત સાધુ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.