પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૧
જાન્યુ્આરી-૨૦૧૧
જાન્યુઆરી
-
- 'વાંચે ગુજરાત': ગુજરાતી સાહિત્ય પરિષદ અને જિલ્લા ગ્રંથાલય, નડિયાદના ઉપક્રમે નડિયાદની બિલોદરાની જિલ્લા જેલમાં હસિતભાઈ મહેતા, હસમુખભાઈ શાહ, પ્રફુલ્લ ભારતીય, હરીશ ઠાકર અને હિતેન્દ્ર જોશીએ કાવ્યપઠન કર્યું હતું.
- પાક્ષિકી: ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત પાક્ષિકીમાં તા.૧૨-૧૧ના રોજ ભારતીય સાહિત્ય અકાદમી તરફથી પ્રવાસ અનુદાન હેઠળ ગોવાથી કોકણી નિબંધકાર શ્રી નમન સાવંત આવ્યા હતા અને તેમણે પઠન કર્યું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણીનું છઠ્ઠું વ્યાખ્યાન 'સંસ્કૃત રંગભૂમિ અને ગ્રીક થિયેટર' પર તા.૧૫-૧૨ના રોજ યોજાયું હતું, જેમાં નાટ્યવિદ શ્રી ડૉ.મહેશ ચંપકલાલે વિષય વિશે અથથી ઈતિ સુધીની વિશદ વિચારણા પ્રગટ કરી. ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે.
- ગુજરાતી સાહિત્ય પરિષદ અને નારાયણવિદ્યાવિહાર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે તા.૧૮ અને ૧૯ ઓક્ટોબર દરમિયાન 'આત્મકથા સત્ર' યોજાયું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત પાક્ષિકીમાં તા.૧૨-૧૧ના રોજ ભારતીય સાહિત્ય અકાદમી તરફથી પ્રવાસ અનુદાન હેઠળ ગોવાથી કોકણી નિબંધકાર શ્રી નમન સાવંત આવ્યા હતા અને તેમણે પઠન કર્યું હતું.
- બુધસભા : વિશ્વકવિતા કેન્દ્ર દ્વારા બુધસભા અંતર્ગત અમેરિકન કવિ ડેરેક વોલ્કોટ અને કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી ઉપર વ્યાખ્યાનો યોજાયા હતા.
- ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તા. ૬-૧૧ ના રોજ સાબરમતી જેલમાં સાહિત્યનો કાર્યક્રમ યોજાયો હતો.
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.