પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૧

જૂન-૨૦૧૧

જૂન

  • લેખિકા બહેનોની ગોષ્ઠિ યોજાઈ: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત લેખન-વાંચનમાં રસ-રુચિ ધરાવતી બહેનોની એપ્રિલ ૨૦૧૧ની ગોષ્ઠિ તા.પ એપ્રિલે યોજાઈ હતી.
  • રવીન્દ્રનાથની ૧૫૦મી જન્મજયંતિ: ગુજરાતી સાહિત્ય પરિષદ અને રવીન્દ્રભવનના સહયોગથી ૭મી મેના રોજ 'પરિતોષ' ખાતે રવીન્દ્રનાથની દોઢસોમી જન્મજયંતિ ઊજવાઈ.
  • ત્રિદિવસીય નાટ્યલેખન શિબિર: ગુજરાતી સાહિત્ય પરિષદ અને જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નાટ્ય પરિક્રમાના કાર્યક્ર્મ અંતર્ગત ૧૦,૧૧, ૧૨ મેના દિવસોમાં એકાંકી નાટ્યલેખન શિબિર યોજવામાં આવી હતી, જેમાં સફળ નાટ્યલેખક શ્રી સૌમ્ય જોશીએ માર્ગદર્શન આપ્યું હતું.
  • સ્વર્ણિમ પુસ્તકમેળો: માહિતી કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે પરિષદના પ્રાંગણમાં ગુજરાતની સ્વર્ણિમ જયંતિ નિમિત્તે તા.૨૯-૪થી તા.૩-૫ સુધી સ્વર્ણિમ પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • બાદલ સરકારને શ્રદ્ધાંજલિ: તા.૧૩મી મે ૨૦૧૧ ના રોજ દિવંગત થયેલા પ્રખ્યાત નાટ્યકાર શ્રી બાદલ સરકાર પ્રતિ તા.૧૮મી મેના રોજ શ્રી રઘુવીર ચૌધરીના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: ભરત સાધુ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.