પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૧
એપ્રિલ-૨૦૧૧
એપ્રિલ
-
- ઉમાશંકર જોશી સ્મૃતિસંધ્યા: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'શારદા સાહિત્યગોષ્ઠી' અને પ્રકાશક એન.એમ.ઠક્કરના સંયુક્ત આયોજનમાં પાંચમી માર્ચે પાટકર સભાગૃહ -મુંબઈમાં ઉમાશંકર જોશી સ્મૃતિસંધ્યા' કાર્યક્રમની રજૂઆત થઈ હતી.
- શતાબ્દીવંદના: ગુજરાતી ભાષાના વરિષ્ઠ સર્જકો શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી અને શ્રી ભોગીલાલ ગાંધીના શતાબ્દીવર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તા.૧૩ માર્ચના રોજ 'શતાબ્દીવંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
- એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત લેખિકા બહેનો ની ગોષ્ઠિ યોજાઈ હતી અને તેમણે સ્વરચિત કૃતિઓનું પઠન કર્યું હતું.
- 'વાંચે ગુજરાત' અંતર્ગત ગુજરાતી સાહિત્ય પરિષદે ગોધરાની સબજેલમાં કવિસંમેલન યોજ્યું હતું.
- તા.૧૨-૧-૧૧ના રોજ એસ.પી.પટેલ આર્ટ્સ અને એન.પી.પટેલ કોમર્સ કોલેજના ૭૦ વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય પરિષદની મુલાકાતે આવ્યા હતા.
- ગુજરાતી સાહિત્ય પરિષદ તથા લોકભારતી ગ્રામવિદ્યાલય, સણોસરાના સંયુક્ત ઉપક્રમે વાર્તાકાર જનક ત્રિવેદી વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી માય ડિયર જ્યુએ 'ટૂંકી વાર્તામાં બોલીપ્રયોગ' વિશે વ્યાખ્યાન આપ્યું હતું
- ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે સદ.વિ.મ.ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં ડૉ.ચન્દ્રકાન્ત ટોપીવાળાએ 'કોર્ઝિબ્સ્કીની ભાષા-વિભાવના અને રસવિચાર' વિશે વ્યાખ્યાન આપ્યું હતું
- સેપ્ટ યુનિવર્સિટી અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે 'પરપર' અંતર્ગત તા.૨૫-૨ના રોજ શ્રી અનિલાબેન દલાલે રવીન્દ્રનાથ ટાગોરની જાણીતી નવલકથા 'ઘરે બાહિરે' વિશે વ્યાખ્યાન આપ્યું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'પાક્ષિકી' અંતર્ગત તા.3-3ના રોજ શ્રી દક્ષાબેન પટેલે ઉડિયા વાર્તાકાર પારમિતા શતપથીની વાર્તાના હિન્દી રૂપાંતરમાંથી ગુજરાતી અનુવાદ 'પાપ'નું પઠન કર્યું હતું.
- નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન અંતર્ગત પોતાના સર્જનાત્મક પુસ્તકની હસ્તપ્રત ૩૦-૬-૧૧ સુધીમાં મોકલી આપવા વિનંતી.
- પરિષદની વિવિધ વ્યાખ્યાનમાળાઓ
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: રાજેન્દ્ર પટેલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.