પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૧

સપ્ટેમ્બર-૨૦૧૧

સપ્ટેમ્બર

  • ગુજરાતી સાહિત્ય પરિષદના છેંતાલીસમા અધિવેશનનું આયોજન જૂનાગઢ મુકામે તા.૨૩-૨૪-૨૫ ડિસેમ્બર ૨૦૧૧ દરમિયાન યોજાશે.અધિવેશનના પ્રમુખ તરીકે મૂર્ધન્ય સાહિત્યકાર- ઉત્તમ નિબંધકાર - અનુવાદક અને વિવેચક શ્રી ભોળાભાઈ પટેલ હશે.
  • સાહિત્યસિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત ૨૮મી જુલાઈના રોજ 'સાધારણીકરણ અને વસ્તુલક્ષી સહસંબંધક' વિષય પર ડૉ.અનિલા દલાલે વક્તવ્ય આપ્યું હતું.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તા.૨-૮ ના રોજ સદ. વ્રજલાલ દવે વ્યાખ્યાનમાળા અંતર્ગત ડૉ.અનિલા દલાલે " 'ગાંધારી' મિથનો કાવ્યમાં વિનિયોગ: ઉમાશંકર અને રવીન્દ્રનાથનાં કાવ્યો સંદર્ભે" એ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.
  • તા.૨૧-૮ ના રોજ માતૃભાષા, વિકિપીડિયા અને ઈન્ટરનેટના સંદર્ભે યુકેથી આવેલા શ્રી ધવલભાઈ વ્યાસ સાથે ચર્ચાનો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે યોજાઈ ગયો.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પાક્ષિકી અંતર્ગત તા.૪-૮ ના રોજ સુરેશ ઓઝાએ પોતાની અપ્રકાશિત વાર્તા 'વારસો'નું પઠન કર્યું હતું.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહનનિધિ અંતર્ગત તા.૮-૮ ના રોજ યોજાઈ ગઈ.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: ભરત સાધુ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.