વાચનકક્ષ

પદ્ય

પદ્ય: છે છે અને નથી નથી - નિરંજન ભગત


પ્રાતઃકાલે લીલા તૃણદલે
ઝાકળબિન્દુ જે ઝમ્યું,
સંધ્યાકાલે નીલા નભતલે
ઇદ્રધનુષ્ય જે નમ્યું,
એને પકડવા જકડવા બહુ કર્ય઼ું મથી મથી,
પણ છે છે અને નથી નથી.
ઓચિંતુ મળ્યું મનનું મિત,
એની અંતર્ગૂઢ વ્યથા,
ક્ષણાર્ધમાં અમર્ત્ય શી પ્રીત,
એની અગમ્ય શી કથા,
એને જીવવા મરજીવવા બહુ કર્ય઼ું કથી કથી,
પણ છે છે અને નથી નથી.


(પરબ : મે -૨૦૦૫)

 

વાચનકક્ષ આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.