વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

શિશિર-સૂર્યમાં કચ્છદર્શન

- ઉશનસ

મેં સૂર્યનાં શિશિર-ઊઘડી-છીપ-સ્વચ્છ
તડકામહીં નિરખિયો ચળકંત કચ્છ
ચાંદી સમો, ક્ષિતિજ-ઠેઠ-લગી અફાટ:
ના ડુંગરા, બહુ ઊંચા તરુ ના, સપાટ

છે ભૂમિના કણકણે ઊતરેલ ભર્ગ
ભાનુતણું, વળતું ફેંકતું એરિયાં ને
આંખો મહીં, રણની રેતી તણા વિરાને
એકેક રેતકણમાં રવિનો વિસર્ગ !

મીઠા તણા અગરપે રવિ ઊતરેલ
જેના પ્રવેશ થકી ઝાગભર્યો પ્રદેશ,
મૂળેય શ્વેતકણ તે ઝગતો વિશેષ;
પૃથ્વીપટો તરલ કૈં, કંઈ નીતરેલ;

- ને સૂર્ય મેં કુંપળ-શો હરકોઈ આસ્યે
જોયો સુબિંબિત નિરામય શુભ્રહાસ્યે.

૨૯-૧૨-૦૬



વાચનકક્ષમાં ઉમેરો: માર્ચ ૨૦૦૮

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.