વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય



ગીત
-સંજુવાળા


આપણે
એક ઊંચી દીવાલ અને આપણે
આ બાજુ નિરાંતે ઢોળતા છાંયડા
આ બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે આપણે...
ટેકરીની ટોચ પરે બાંધ્યા મુકામ એમાં રોજ રોજ કારમા દુષ્કાળ
ટીપું હયાતીને સાચવવી કેમ, અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ
સધિયારો આપો તો શિખર પર પહોંચીએ
પંપાળો તો જઈને વસીએ પાંપણે...
એક ઊંચી દીવાલ અને આપણે
થડને વળગેલ કોઈ વેલીની જેમ અમે વીંટાયા પોતાની જાતને
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને
એવા ઉથાપો કે જ્ન્માન્તર ઊખડે
થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે..
એક ઊંચી દીવાલ અને આપણે


(નવનીત સમર્પણ: જાન્યુઆરી ૨૦૦૫)



વાચનકક્ષમાં ઉમેરો: જૂન ૨૦૦૯

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.