વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

ગઝલ


-આદમ ટંકારવી


અરૂપરુ અજવાળું છે.
રતારું રૂપ નિરાળું છે.
એના હોઠ સીવાઈ ગયા
મારા મોઢે તાળું છે.

ક ખ ગ નું કીડિયારું
કરોળિયાનું જાળું છે.
ઝળઝળાં તારા પગલે
પાદર પણ ઉજમાળું છે.

કુલટા પેન કુટિલ કાગળ
પાછું એ જ છિનાળું છે.
અર્થો પણ નાદાર અને
શબ્દોનું દેવાળું છે.

જીભાજોડી છોડ "આદમ"
કજિયાનું મોં કાળું છે.


(કાવ્યસ્રુષ્ટિ: ફેબ્રુ.માર્ચ ૨૦૦૫)



વાચનકક્ષમાં ઉમેરો: ફેબ્રુઆરી ૨૦૦૯

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.