વાચનકક્ષ આર્કાઈવ્ઝ

ગદ્ય

ઊર્મિકાવ્ય



'ઊર્મકાવ્ય' એ સંજ્ઞા આપણે ત્યાં પાશ્ચાત્ય સાહિત્યના સંપર્ક પછી પ્રચલિત થઈ છે. અંગ્રેજી સાહિત્યના અભ્યાસે 'લિરિક' (Lyric) કાવ્યસંજ્ઞાનો આપણને પરિચય થયો. 'લિરિક' શબ્દ 'લાયર' (Lyre) -વીણા જેવું વાદ્ય, પરથી આવેલો છે. 'લાયર'ની સાથે ગવાતું ગીત 'લિરિક' તરીકે ઓળખાતું. એટલે કે એ સંગીતપ્રધાન ગેયરચના હતી. આ કારણે જ અર્વાચીન સમયના આરંભકાળે નર્મદે એને 'ગીતકવિતા', નવલરામે 'સંગીતકવિતા', 'ગાયનકવિતા', નરસિંહરાવે 'સંગીતકાવ્ય'', આનંદશંકરે 'સંગીતકલ્પકાવ્ય', રમણભાઈએ 'રાગધ્વનિકાવ્ય' (એમાં રાગ શબ્દ શ્લેષથી સંગીતનો સૂચક છે) જેવા 'લિરિક'ના પર્યાયો આપ્યા હતા. પરંતુ ક્રમેક્રમે સંગીત સાથેનો એનો સંબંધ ઓછો થતો ગયો કહો કે છૂટી ગયો એટલે જે ગાઈ શકાય એ જ 'લિરિક' એવી મર્યાદિત વ્યાખ્યામાંથી તેને મુક્તિ મળી. ન્હાનાલાલે તેને 'ભાવકાવ્ય' તરીકે ઓળખાવ્યું અને બળવંતરાયે 'ઊર્મિકાવ્ય' એવી સંજ્ઞા આપી જે આપણે ત્યાં 'લિરિક'ના પર્યાય તરીકે પ્રતિષ્ઠા પામી અને રૂઢ થઈ.


('ગુજરાતી સાહિત્યકોશ ૩'માંથી)



વાચનકક્ષમાં ઉમેરો: જુલાઈ ૨૦૦૯

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.