વાચનકક્ષ આર્કાઈવ્ઝ
પદ્ય
સ્મૃતિ
-રાજેન્દ્ર શાહ
સહેજે થતાં વાદળોમાં ઉઘાડ,
અહો ચન્દ્રિકાની સુધાનો પ્રવાહ !
કશું સૌમ્ય અન્ધારનું પોત સોહે !
હવે એને કાંઠે તવ શબ મૂકીને નમું નમું;
હવાનાં 'લ્લસે પર્ણની સંગ લાડ.
ટહૂકન્ત કો નીડમાંથી વિહંગ,
દિશા સર્વમાં શાન્ત એના તરંગ,
લહું એમ મ્હારે ઉરે સ્પર્શ એનો,
અને નેત્રમાં દ્રશ્ય નાનાં રમન્ત.
હતું પૂર્ણિમાંનું પહેલું મુહૂર્ત:
મળ્યાં, ખેલતાં આપણે કીધ શર્ત,
તું-હું જીત ને હાર, બન્ને સમાન
ઉરે માત્ર હેલા તણો હો પ્રહર્ષ.
અહીં સામ્પ્રતે હું નિહાળું વ્યતીત:
છુપાયું, મળ્યાં શોધાતાં, સાધ્ય પ્રીત.
(કુમાર: એપ્રિલ ૨૦૦૫)
વાચનકક્ષમાં ઉમેરો: જાન્યુઆરી ૨૦૦૯
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.