વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

ઢોળવા બેઠો


-નીતિન વડગામા


મહેકતું મન અકારણ આખરે એ ડહોળવા બેઠો,
ભરેલા પાત્રને હાથે કરીને ઢોળવા બેઠો.

પ્રથમ દોડી અને ડૂબી ગયો છે ઘએનમાં આખો,
પછી પાછો ઢળેલી જાતને ઢંઢોળવા બેઠો !

મનોરથ સાવ માંદા છે જુઓ આ મૂઢ માણસના,
હજી ફૂટ્યું નથી એ પાંદડું પણ તોડવા બેઠો !

દયા એની મને આવી રહી છે એ જ કારણથી,
નજર સામે જ છે એ દૂર જઈને ખોળવા બેઠો !

હતા પગ સાબદા ને ઢાળ પણ સામે હતો પાછો,
છતાં સીધાં ચઢાણે પગ વગર કાં દોડવા બેઠો ?


(પરબ : ઑગસ્ટ ૨૦૧૧)



વાચનકક્ષમાં ઉમેરો: સપ્ટેમ્બર ૨૦૧૩

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.