ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ- 2021)
ગુજરાતી સાહિત્યકોશ
ખંડ 1
મધ્યકાળ
આવૃત્તિ : બીજી કુલ પૃષ્ઠ 24+584
કોશના આ ખંડ-1માં ઈ. સ. 1150થી 1850 સુધીના સમયગાળામાં થયેલા કવિઓ અને તેમની રચનાઓ વિષયક તમામ વિશ્વાસપાત્ર માહિતી આપવામાં આવી છે. આ કોશમાં મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલી, કાવ્યગુણે ઉત્તમ, મનુષ્યજીવનના રહસ્યોને ઉકેલવાની ચાવીઓ પૂરી પાડતી અને મુદ્રિત સ્વરૂપે મળતી કૃતિઓના સંખ્યાબંધ અધિકરણ ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, ચંદ્રકાંત શેઠ વગેરે જેવા તજ્જ્ઞોએ લખ્યા છે. મધ્યકાળમાં જે સાહિત્ય રચાયું છે તે તમામ ને એકસાથે સંગ્રહી લેવાનો અહીં પ્રયત્ન છે. અહીં જૈન, સ્વામીનારાયણ, નાથસંપ્રદાય વગેરેના 1600 જેટલા કવિઓની 3000 ઉપરાંત સાહિત્યરચનાઓ વિશેના અધિકરણના મળશે. આ બધા જ અધિકરણ નિષ્ણાત સંશોધકોએ તૈયાર કર્યા છે.
આ ઉપરાંત અહીં કવિ કે કૃતિવિષયક મળતી તમામ સામગ્રીનો સંદર્ભ પ્રત્યેક અધિકરણને અંતે આપવામાં આવ્યો છે જે અભ્યાસીને સામગ્રીના મૂળ સુધી લઈ જશે.
ગુજરાતી સાહિત્યકોશ
ખંડ 2
અર્વાચીન કાળ
બીજી આવૃત્તિ : પ્રકાશ્ય
કોશના આ ખંડ-2ની પહેલી આવૃત્તિમાં ઈ. સ. 1850થી ઈ. સ. 1950 વચ્ચે જન્મેલા કર્તાઓ અને તેમની કૃતિઓ વિશે સઘળી માહિતી આપવામાં આવી હતી. બીજી આવૃત્તિમાં ઈ. સ. 1970 સુધીમાં જન્મેલા લેખકોને અને એમની રચનાઓને સમાવવામાં આવ્યા છે.
કવિતા, ટૂંકીવાર્તા, નવલકથા, એકાંકી, નાટક, નિબંધ, ચરિત્રકથા, પ્રવાસકથા, વિવેચન વગેરે લલિતસાહિત્યના પ્રકારમાં થયેલું કોઈપણ સર્જન એકસાથે સંગ્રહી લેવાનો અને સર્વગ્રાહી પ્રયત્ન આ કોશમાં થયો છે.
એ રીતે આ કોશ ગુજરાતી લેખકોની શક્ય એટલી સર્વાશ્લેષી સૂચિ આપતો માહિતી ગ્રંથ છે. અર્વાચીનકાળમાં ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારોમાં પ્રદાન કરનારા 1970 સુધીના લગભગ બધા જ કર્તાઓનું પ્રતિનિધિત્વ અહીં ઉપસે છે.
કર્તાઓ અને કૃતિઓના મળીને 12000 હજાર જેટલા અધિકરણ અહીં અકરાદિક્રમમાં સંપાદિત થયા છે.
ગુજરાતી સાહિત્યકોશ
ખંડ 3
સાહિત્યિક પ્રકીર્ણ
બીજી આવૃત્તિ : પ્રકાશ્ય
કોશના આ ખંડ-3માં ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉદભવ અને વિકાસનો ઇતિહાસ ગુજરાતી સાહિત્યપ્રકારો અને તેની ઉત્ક્રાંતિ, સાહિત્યશાસ્ત્રના વિભાવનાત્મક પાસાંઓ, સાહિત્યિકવાદો, સાંસ્કૃતિક સંદર્ભો, આધારગ્રંથો, સાહિત્યિક પારિતોષિકો, સાહિત્યિક સામયિકો વગેરે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસવિસ્તારમાં ફાળો આપનારા મહત્વના પરિબળો વિશે અધિકરણ આપવામાં આવ્યા છે.
આ ખંડની બીજી આવૃત્તિમાં કેટલાક નવા વિભાવો વિશે અધિકરણ ઉમેરીને કોશને સંવર્ધિત કરવામાં આવ્યો છે.
કોશ જોવામાં સહાયક એવો અધિરકણનો શબ્દનુક્રમ પૃષ્ઠનિર્દેશ સાથે આરંભમાં જ જોડ્યો છે. નિષ્ણાત અધિકરણ લેખકોએ તૈયાર કરેલા ગુજરાતી સાહિત્યના આ ત્રણ અધિકૃત કોશગ્રંથ છે. જે વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વિષયના રસિક સંશોધકો તથા તજ્જ્ઞોને સંશોધન કરવા માટે સહાયક આધારગ્રંથો છે.
નવા પ્રકાશનો (પુનમુર્દ્રણ)
પ્રકાશનો
પરિષદ પ્રકાશન
પરબ
ન્યુઝલેટર
પ્રકાશનો - ૨૦૧૮
પ્રકાશનો - ૨૦૧૭
પ્રકાશનો - ૨૦૧૬
પ્રકાશનો - ૨૦૧૫
પ્રકાશનો - ૨૦૧૪
પ્રકાશનો - ૨૦૧૩
પ્રકાશનો - ૨૦૧૨
પ્રકાશનો - ૨૦૧૧
પ્રકાશનો - ૨૦૧૦
પ્રકાશનો - ૨૦૦૯
પ્રકાશનો - ૨૦૦૮
પ્રકાશનો - ૨૦૦૭
મૅગેઝિનો -સામયિકો
લેખો
પરિષદવૃત્ત : સમાચાર
વાંચવાલાયક પુસ્તકો
ગ્રંથસમીક્ષા
ચર્ચા-વિચાર
વાચનકક્ષ
ફોટો ગેલરી
સાહિત્યસર્જકો
આર્કાઈવ્ઝ -સંગ્રહ
પરિષદની પ્રકાશનપ્રવૃત્તિ
ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રકાશનપ્રવૃત્તિનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. કનૈયાલાલ મુનશીના સમયમાં અધિવેશનો/સંમેલનો વગેરેના અહેવાલોની
પુસ્તિકાઓ પ્રગટ થતી. ‘હેમસારસ્વતસત્ર’ એ પાટણમાં યોજાયેલ સંમેલનના અહેવાલ રૂપે પ્રગટ થયેલું પુસ્તક છે. ઈ.સ.૧૯૮૨ માં ‘ગોવર્ધનભવન’ની રચના થયા
બાદ પ્રકાશનપ્રવૃત્તિમાં થોડો વેગ આવ્યો. ‘પરબ’ સામયિક અનિયતકાલિકમાંથી ઈ.સ.૧૯૭૭
જાન્યુઆરીથી માસિક રૂપે પ્રસિધ્ધ થવા માંદ્યું. ‘પરબ’ના વિશેષાંકોમાંથી પુસ્તકપ્રકાશનો પણ થયાં છે. ‘શારદાગ્રામ જ્ઞાનસત્ર’ પછી ગુજરાતી સાહિત્યના આઠમા,
નવમા, દસમા દાયકા વિશેનાં પુસ્તકોનું પ્રકાશન થયું.
પરિષદને પ્રકાશનપ્રવૃત્તિ માટે દાન મળેલાં છે. તેમાંથી વિવિધ પ્રકાશનશ્રેણીઓમાં પુસ્તકો પ્રકાશિત થાય છે. ગુજરાતી સાહિત્યના કેટલાક પ્રશિષ્ટ
પણ હાલ અપ્રાપ્ય ગ્રંથો પણ પરિષદે પુનર્મુદ્રિત કરીને પ્રજાને સુલભ કરી આપ્યા છે. નવોદિત અને સન્માન્ય સર્જકોની કૃતિઓ પ્રગટ કરે છે. રાજ્ય સરકારની
આર્થિક સહાયથી ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ના સાત ગ્રંથો
અભ્યાસી વિદ્વાનોના સહયોગથી પ્રકાશિત કર્યા છે; આ ગ્રંથશ્રેણી માટે પ્રા.ચિમનલાલ ત્રિવેદીની મૂલ્યવાન સેવાઓ પ્રાપ્ત થઈ છે. પ્રા.જયંત કોઠારી અને ડૉ.ચંદ્રકાન્ત શેઠના નેજા નીચે આરંભાયેલો
‘ગુજરાતી સાહિત્યકોશ’ ચન્દ્રકાન્ત ટોપીવાળાના સંપાદનમાં ત્રણ ખંડોમાં પૂરો થયો છે.
ગુજરાતી ભાષાનાં પ્રશિષ્ટ તેમ જ સર્જાતા સાહિત્યનાં પુસ્તકો ભાવકોને સુલભ કરી આપવા માટે સાહિત્ય પરિષદે શતાબ્દી ગ્રંથશ્રેણીનો પ્રારંભ કર્યો છે.
આ પૂર્વે પરિષદ દ્વારા ઈ.સ.૧૯૯૧ થી વાર્ષિક ગુજરાતી કવિતાચયનો તથા ઈ.સ.૧૯૯૪-૯૫ થી ગુજરાતી નવલિકાચયનો પ્રગટ થતાં રહ્યાં છે.
ગુજરાતી ભાષાનાં નીવડેલાં પુસ્તકો હિંદી, અંગ્રેજી આદિ અન્ય ભાષાઓમાં પ્રગટ કરવાનો પરિષદનો સંકલ્પ છે. આ સંદર્ભે સદ્.એચ.એમ.પટેલ અનુવાદ
અને પ્રકાશનકેન્દ્રની સ્થાપના કરીને તેની કાર્યવાહી આરંભી છે.
આજે પરિષદ દ્વારા પ્રકાશિત ગ્રંથોની સંખ્યા ૨૨૫ જેટલી છે.
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.