નવાં પ્રકાશનો
૨૦૦૭નાં પ્રકાશનો
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
(ઈ.સ.૧૮૯૫-૧૯૩૫)
ગ્રંથ:૫
પ્ર.આ.૨૦૦૫, પૃ.૧૪+૪૯૪, કિં.રૂ.૧૭૦/-, ડિમાઈ, પાકું પૂંઠું, સંપાદક: રમેશ ર. દવે, સંપાદનસહાય: પારુલ કંદર્પ દેસાઈ,
પરામર્શક: ચિમનલાલ ત્રિવેદી
તાજેતરમાં બહાર પડેલા આ ગ્રંથમાં ગાંધીયુગીન તેમ જ અનુગાંધીયુગીન કવિઓનો સમાવેશ થયેલો છે. ૧૮૯૫ થી ૧૯૩૫ સુધીના
સમયગાળાના કવિઓ અને કવિતાપ્રવાહોને આવરી લેતો આ પાંચમો ગ્રંથ ગુજરાતી કવિતા-સાહિત્યની તસવીર રજૂ કરે છે. ગુજરાતી સાહિત્યના ઈતિહાસનું
અહીં અભ્યાસપૂર્ણ તેમ જ ચોકસાઈવાળું આલેખન થયેલું જોવા મળે છે.
ગ્રંથ:૬
પ્ર.આ.૨૦૦૬, પૃ.૧૮+૭૩૪, કિં.રૂ.૨૪૦/-, ડિમાઈ, પાકું પૂંઠું, સંપાદક: રમેશ ર. દવે, સંપાદનસહાય: પારુલ કંદર્પ દેસાઈ,
પરામર્શક: ચિમનલાલ ત્રિવેદી
ઑક્ટોબર ૨૦૦૬ માં પ્રગટ થયેલા, ગુજરાતી સાહિત્યના ઈતિહાસની ગ્રંથશ્રેણીના આ છઠ્ઠા ગ્રંથમાં ગાંધીયુગીન અને અનુગાંધીયુગીન
ગદ્યસર્જકો અને તેમની કૃતિઓ વિશે વાત થઈ છે. તેનો આરંભ પન્નાલાલ પટેલ, જયંતિ દલાલ, ચંચી.મહેતા, મનુભાઈ પંચોળી ‘દર્શક’ વગેરે સર્જકોથી
થાય છે અને જયંત ખત્રી, કેતન મુનશી, નારાયણ દેસાઈ, મુકુન્દરાય પારાશર્ય, રસિક ઝવેરી વગેરેને આવરી લે છે.
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.