ઈ-ન્યુઝલેટર | # ૧ - જુલાઈ ૨૦૧૭

પુસ્તક પ્રદર્શન: તા.૭-૭ થી તા.૧૧-૭
નેશનલ બુક ટ્ર્સ્ટ, ઈન્ડિયા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે આયોજિત પુસ્તક પ્રદર્શન અને વેચાણ તા. ૭-૭-૧૭ થી તા. ૧૧-૭-૧૭. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.


રવીન્દ્રભવન: તા.૧૨-૭
ઝરણા ઠાકોર દ્વારા, 'મૃણાલનો પત્ર' - રવીન્દ્રનાથની ટૂંકી વાર્તાનું નાટ્યાત્મક પઠન. દિગ્દર્શન: નૈષધ પુરાણી, સંગીત: હર્ષ ભટ્ટ. તા.૧૨-૭, સાંજે ૬-૩૦ વાગ્યે, સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ


વક્તવ્ય: તા.૧૭-૭
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તથા શ્રીમતી ભાનુમતી વ્રજલાલ ધાણક આર્ટસ-કોમર્સ, સાયન્સ અને મેનેજમેન્ટ કોલેજ, બગસરાના સંયુક્ત ઉપક્રમે શ્રી સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી ડો. જે એમ. ચંદ્રવાડિયા કવિશ્રી ન્હાનાલાલ રચિત ‘જયાજયન્ત’ વિષય પર વક્તવ્ય આવશે. આપને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. તારીખ ૧૭-૦૭-૨૦૧૭, સોમવાર, બપોરે ૧.૦૦ કલાકે સ્થળ - શ્રીમતી ભાનુમતી વ્રજલાલ ધાણક આર્ટ્સ-કોમર્સ, સાયન્સ અને મેનેજમેન્ટ કોલેજ, બગસરા.


વક્તવ્ય: તા.૨૧-૭
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તથા ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શ્રી વિશ્વનાથ મગનલાલ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત ડો. વિજય પંડયા 'સંસ્કૃત સાહિત્યના વિવેચક (અને અનુવાદક) શ્રી ઉમાશંકર જોષી’ વિષય પર વકતવ્ય આપશે. તારીખ : ૨૧-૦૭-૨૦૧૭, શુક્રવાર, બપોરે ૧૨.૦૦ કલાકે સ્થળ : ઉમાશંકર જોષી હોલ, ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.


પરબ - જૂન અંક - ટૂંક સમયમાં ડાઉનલોડ કરી શકાશે.



આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad