ઈ-ન્યુઝલેટર | # ૨ - જુલાઈ ૨૦૧૭

વક્તવ્ય: તા.૨૧-૭
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તથા ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શ્રી વિશ્વનાથ મગનલાલ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત ડો. વિજય પંડયા 'સંસ્કૃત સાહિત્યના વિવેચક (અને અનુવાદક) શ્રી ઉમાશંકર જોષી’ વિષય પર વકતવ્ય આપશે. તારીખ : ૨૧-૦૭-૨૦૧૭, શુક્રવાર, બપોરે ૧૨.૦૦ કલાકે સ્થળ : ઉમાશંકર જોષી હોલ, ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.


સન્માન સમારંભ: તા.૨૨-૭
તા.૨૨-૭ : સચ્ચિદાનંદ સમાજસેવા ટ્રસ્ટ, દંતાલી, તરફથી મળેલા દાનમાંથી પ્રતિ વર્ષ મૂલ્યવાન અને સત્ત્વશીલ સાહિત્ય પ્રદાન કરનાર સાહિત્યકારોને સન્માનવામાં આવે છે. આ સમારંભમાં નીચેના કર્મશીલ સારસ્વતોનું સન્માન કરવામાં આવશે તથા સન્માનિત વિદ્વાનો પ્રતિભાવ આપશે: શ્રી ગુલામમોહમંદ શેખ (૨૦૧૩), શ્રી ધ્રુવ ભટ્ટ (૨૦૧૪), શ્રી મોહન પરમાર (૨૦૧૬). સમય: બપોરે 3 વાગે. સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.


પરિસંવાદ: તા.૨૯-૭
પરિસંવાદ, તા.૨૯-૭: પરિસંવાદ-પુરસ્કાર મીમાંસા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના ઉપક્રમે એક દિવસીય પરિસંવાદનું આયોજન કર્યું છે. સમય- સવારે ૯.૩૦ થી ૧૧.૩૦.
પરબ - ડાઉનલોડઆપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad