ઈ-ન્યુઝલેટર | # ૧ - માર્ચ ૨૦૧૭

હાર્દિક નિમંત્રણ:


અમદાવાદ:
પાક્ષિકી: તા. ૨-૩, ગુરુવાર, સાંજે ૬ વાગે - શ્રી સાગર શાહ કૃતિ 'સુજીની સમાજ સેવા'નું પઠન અને કૃતિલક્ષી ચર્ચા કરશે. સ્થળ : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

રવીન્દ્ર ભવન: શ્રી ભરત મહેતાનું વ્યાખ્યાન - 'રવીન્દ્રનાથની વાર્તાસૃષ્ટિ.' તા.૮-૦૩-૨૦૧૭, બુધવાર, સાંજે ૬ વાગે, સ્થળ : ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ


રાજકોટ: ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી ભાષા-સાહિત્યભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે કે બી.વ્યાસ વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી બિપિન આશર ‘ભાષા અધ્યયનની પરંપરા : ગુજરાતી ભાષા સંદર્ભે વિષય પર વકતવ્ય આપશે. તા. : ૦૧-૦૩-૨૦૧૭, બુધવાર, બપોરે ૩૦૦ કલાકે સ્થળ : ગુજરાતી ભાષા-સાહિત્યભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ


ભાણવડ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તથા પુરુષાર્થ શિક્ષણ સંકુલ, ભાણવડના સંયુક્ત ઉપકમે શ્રી પી.જે.ઉદાણી લોકસાહિત્ય વ્યાખ્યાનમાળા અંતગત શ્રી શાંતિલાલ રાણિગા ‘લોકસાહિત્યના ત્રણ મહાન સ્તંભ' વિષય પર વક્તવ્ય આપશે. અતિથિ વિશેષ : શ્રી નરોત્તમ પલાણ. તા. ૦૯-૦૩-૨૦૧૭, ગુરુવાર, સવારે ૯-૩૦ કલાકે સ્થળ : પુરુષાર્થ શિક્ષણ સંકુલ, ભાણવડ.


મુંદ્રા: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તથા શેઠ એસ.ડી.શેઠિયા કોલેજ ઓફ એજયુકેશન, મુંદ્રાના સંયુક્ત ઉપક્રમે શ્રી વિશ્વનાથ મગનલાલ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત ડો. દર્શના ધોળકિયા ‘ધીરેન્દ્ર મહેતાની વિવેચક પ્રતિભા’ વિષય પર વકતવ્ય આપશે. તા. : ૧૪-૦૩-૨૦૧૭, મંગળવાર, સવારે ૧૦-૦૦ કલાકે સ્થળ : શેઠ એસ.ડી.શેઠિયા કૉલેજ ઓફ એજયુકેશન, મુંદ્રા.


ભાવનગર: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તથા શ્રી અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે શ્રી સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા અંતર્ગત પ્રા. ડો. મહેન્દ્રસિંહ પરમાર ‘લાભશંકર ઠાકરનાં નાટકો’ વિષય પર વક્તવ્ય આપશે. તા.: ૧૭-૦૩-૨૦૧૭, શુકવાર, સાંજે ૫-૩૦ કલાકે સ્થળ : શ્રી અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, ગીતા ચોક, ભાવનગર




આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad