અમદાવાદ, તા.૨-૯: બાલકેળવણી
ગુજરાતી સાહિત્ય પરિષદ તથા શ્રેયસ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે શ્રી વ્રજલાલ દવે (શૈક્ષણિક) વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી હેમેન્દ્ર વિ. ભટ્ટ “બાલકેળવણી : આપણા જીવનની બુનિયાદ" વિષય
પર વકતવ્ય આપશે. વિશેષ ઉપસ્થિતિ : ડૉ. શ્રી વિધુત જોશી તારીખ : ૨-૯-૨૦૧૭, શનિવાર, સવારે ૯.૩૦ કલાકે સ્થળ : શ્રેયસ પ્રતિષ્ઠાન, શ્રેયસ ઓવરબ્રીજથી આગળ, વિશાઓસવાલ કલબની બાજુમાં, આંબાવાડી પોસ્ટ ઓફિસ પાસે, આંબાવાડી, અમદાવાદ-૧પ
ભાવનગર, તા.૫-૯: ‘વનાંચલ’
ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે શ્રી વ્રજલાલ દવે (સાહિત્ય) વ્યાખ્યાનમાળા અંતર્ગત ડો. હષાં એમ. ચોવટિયા જયંત પાઠકકૃત સંસ્મરણ ‘વનાંચલ’ વિષય પર વક્તવ્ય આપશે. તારીખ : ૫-૯-૨૦૧૭, મંગળવાર, બપોરે ૧.૩૦થી ૨.૩૦ સ્થળ : ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, મ.કુ. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
સોજીત્રા, તા.૬-૯: કવિશ્રી મનોજ ખંડેરિયાની કાવ્યયાત્રા
ગુજરાતી સાહિત્ય પરિષદ તથા શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોજીત્રા (જિ. આણંદ)ના સંયુક્ત ઉપક્રમે શ્રી ગની દહીંવાલા (સાહિત્ય) વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી જયન્ત ઓઝા ‘કવિશ્રી મનોજ ખંડેરિયાની કાવ્યયાત્રા’ વિષય પર વક્તવ્ય આપશે. તારીખ : ૬-૯-૨૦૧૭, બુધવાર, સવારે ૯.૦૦ કલાકે. સ્થળ : શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોજીત્રા.
ભાવનગર, તા.૨૧-૯: ગંગાસતી-જીવન અને કવન
ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે શ્રી પી.જે. ઉદાણી લોકસાહિત્ય વ્યાખ્યાનમાળા અંતર્ગત શ્રી નીપા દવે/ભટ્ટ “ગંગાસતી-જીવન અને કવન : ત્રણ ભજનોના સંદર્ભમાં....’ વિષય પર વક્તવ્ય આપશે. આપને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. તારીખ : ૨૧-૯-૨૦૧૭, ગુરુવાર, બપોરે ૧.૩૦થી ૨.૩O સ્થળ : ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, મ.કુ. ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર

પરબ

|
|