ઈ-ન્યુઝલેટર | # ૧ - ડિસેમ્બર ૨૦૧૩

વિશેષ:

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન ૨૪-૨૫-૨૬ ડિસેમ્બર, આણંદ


૪૭મા અધિવેશન અધિવેશનનું ઈન્ટરનેટ દ્વારા જીવંત પ્રસારણ (લાઈવ વેબ-કાસ્ટ) આ લિન્ક પરથી વિનામૂલ્યે જોઈ શકાશે. (www.nspatelartscollege.org)

માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અને શ્રી ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધન કેન્દ્રના ઉપક્રમે 'માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ'નું આયોજન તા.૧૫-૧-૨૦૧૪થી ૩૦-૧-૨૦૧૪ દરમિયાન કરવામાં આવ્યું છે. પંદર દિવસના આ અભ્યાસક્રમમાં શ્રવણકૌશલ, વાકકૌશલ, વાચનકૌશલ અને લેખનકૌશલની સજ્જતા કેળવાય તે અભિગમથી વિવિધ વ્યાખ્યાનો યોજવામાં આવે છે, જેમાં કોઈ પણ ભાષારસિક - ભાષાજિજ્ઞાસુ, વયભેદ કે વ્યવસાયભેદ વગર જોડાઈ શકે છે. આ અભ્યાસક્રમની ફી ૩૦૦/- રૂપિયા રાખવામાં આવી છે. વર્ગોનો સમય સાંજે ૫ થી ૬.૩૦ (સોમવારથી શનિવાર) રહેશે. અભ્યાસક્રમમાં યોગેન્દ્ર વ્યાસ, અરવિંદ ભાંડારી, રતિલાલ બોરીસાગર, ત્રિકમભાઈ પટેલ, કીર્તિદા શાહ, પિંકી પંડ્યા, સતીશ વ્યાસ વગેરે તજજ્ઞો સેવા આપશે. રસ ધરાવનારે પરિષદ કાર્યાલયમાં ૫ જાન્યુઆરી ૨૦૧૪ સુધીમાં ફૉર્મ ફી ભરી જવા વિનંતી છે.

નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર હસ્તક શ્રી બી.કે. મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશનશ્રેણી અંતર્ગત નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. આથી જે નવોદિત લેખકો/લેખિકાઓનું એક પણ પુસ્તક પ્રગટ ન થયું હોય તેઓ આ શ્રેણીમાં પોતાના પ્રથમ સર્જનાત્મક પુસ્તકની હસ્તપ્રત મોકલી શકે છે. આ પુસ્તકની પૃષ્ઠમર્યાદા ૧૨૦થી ૧૫૦ની રહેશે. હસ્તપ્રતની ટાઇપકૉપી મોકલવી. હસ્તપ્રત તા.૩૦-૩-૨૦૧૪ સુધીમાં મોકલી આપવા વિનંતી. હસ્તપ્રત મોકલવાનું સરનામું: પ્રકાશનમંત્રીશ્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'ટાઈમ્સ'ની પાછળ, નદીકિનારે, અમદાવાદ ૩૮૦૦૦૯.

વિશ્વકવિતા કેન્દ્ર:તા.૪,૧૧,૧૮-૧૨-૨૦૧૩ના રોજ બુધસભા સાંજે ૭ વાગે.

પરબ- ડાઉનલોડડિસેમ્બર

ગ્રંથવિહાર: 'ગ્રંથવિહાર' એ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તકવેચાણ કેન્દ્રનું નવું નામ છે. પરિષદ પરિસરમાં બીજા પ્રકાશકોનાં સાહિત્યિક પુસ્તકો પણ ઉપલબ્ધ થાય એ આશય છે.

ગ્રંથવિહાર પુસ્તકવેચાણકેન્દ્રનું ઉદઘાટન કરી રહેલા કવિ વિવેચક શ્રી નિરંજન ભગત - તા.૧૭-૧૧-૨૦૧૩
આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Dec01-13:This e-newsletter is published for Gujarati Sahitya Parishad
and it can be viewed online fromherehere

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad