ઈ-ન્યુઝલેટર | # ૧ - ઑક્ટોબર ૨૦૧૩

વિશેષ:

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન ૨૪-૨૫-૨૬ ડિસેમ્બર, આણંદ


ગુજરાતી સાહિત્ય પરિષદની ૨૦૧૪ થી ૨૦૧૭ના ચાર વર્ષો માટેની મધ્યસ્થ સમિતિ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ

ઑક્ટોબર કાર્યક્રમો :

અધ્યાપક-સજ્જતા શિબિર : ગુજરાતીનો અધ્યાપક સંઘ, ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર અને ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અધ્યાપક-સજ્જતા શિબિરનું તા.૨૦-૧૦-૨૦૧૩ને રવિવારે સવારે ૯ થી ૬ દરમિયાન આયોજન કર્યું છે. આ શિબિરમાં પહેલી બેઠકમાં 'ઘટનાતત્ત્વનો હ્રાસ : એક ચર્ચા' તેમજ બીજી બેઠકમાં 'સાહિત્યમાં દુર્બોધતાનો પ્રશ્ન' વિશે વક્તવ્યો અને મુક્ત ચર્ચા થશે. ગુજરાતીના અધ્યાપકોને આ કાર્યક્રમમાં જોડાવવા માટે નિમંત્રણ છે. આ કાર્યક્રમમાં સહભાગી બનવા ઈચ્છતા અધ્યાપકોએ પ્રા.ઈતુભાઈ કુરકુટિયાનો સંપર્ક કરવો. મો. ૯૭૧૪૬૪૦૧૫૬

એનીબહેન સરૈયા પ્રોત્સાહનનિધિ: સંયોજક: પારુલ કંદર્પ દેસાઈ, પ્રજ્ઞા પટેલ; તા.૨૧-૧૦-૧૩ના રોજ સાંજે ૪ વાગે લેખિકાઓ અને ભાવક બહેનો દ્વારા સ્વરચિત 'છેકો' (છેકો એટલે ભૂસવું, રદ કરવું) વિષયક વાર્તા, લઘુકથા, કાવ્ય વગેરેનું પઠન.

વિશ્વકવિતા કેન્દ્ર: તા.૨,૯,૧૬,૨૩,૩૦-૧૦-૨૦૧૩ના રોજ સાંજે ૭-૦૦ કલાકે બુધસભા.
સંયોજક: દીવાન ઠાકોર; તા.૪-૧૦ શ્રી મણિલાલ હ. પટેલ 'સર્જનાત્મક ગદ્ય' નિબંધનું પઠન કરશે. તા.૧૭-૧૦ સાંજે જાણીતા કલાકારો શ્રી હરીશ ભટ્ટ અને શ્રી સુમંત રાવલ તેમની વાર્તાઓનું પઠન કરશે.

પરબ- ડાઉનલોડઑક્ટોબર

બુધસભા:

તા.૨૮-૮: 'નરસિંહ: ભક્તિશૃંગારની કવિતા' પર વ્યાખ્યાન
આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Oct01-13:This e-newsletter is published for Gujarati Sahitya Parishad
and it can be viewed online fromherehere

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad