ઈ-ન્યુઝલેટર | # ૧ - ફેબ્રુઆરી ૨૦૧૪

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત એની સરૈયા લેખિકા પ્રોત્સાહનનિધિ અંતર્ગત મહિલાઓ માટે ટૂંકી વાર્તા લેખનશિબિર

એની સરૈયા લેખિકા પ્રોત્સાહનનિધિ અંતર્ગત ટૂંકી વાર્તા લેખનશિબિર જાણીતા વાર્તાકાર શ્રી રમેશ ર. દવેના માર્ગદર્શનમાં તારીખ ૩૦મી માર્ચ, ૨૦૧૪ના રોજ યોજવામાં આ

વી છે. તારીખ ૧૫મી માર્ચ, ૨૦૧૪ સુધીમાં રૂપિયા ૧૦૦/- ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યાલયમાં ભરીને આ શિબિરૅમાં નામ નોંધાવી શકાશે. વધુ વિગતો માટે સંપર્ક: સંયોજક - પારુલ કં.દેસાઈ (મો.) 9427021048

આ શિબિરની વિગતો-નિયમો નીચે મુજબ છે.
(૧) ટૂંકીવાર્તાના ઘટકતત્ત્વો વિશે વક્તવ્ય - વિષયવસ્તુ-સંવાદ, આંતરસંવાદ, ઘટના, કથન, વર્ણન અને ભાષાશૈલી, જીવનદર્શન.
(૨) સામૂહિક વાર્તાલેખન - નિયત વિષયવસ્તુ સંદર્ભે દરેક શિબિરાર્થી એક એક વાક્ય ઉમેરતા જઈને સામૂહિક રીતે, વાર્તાલેખન પ્રક્રિયા સંમુખ થશે.
(૩) વૈયક્તિક વાર્તાલેખન - એકથી દોઢ કલાક દરમિયાન વાર્તાલેખન થશે અને તે અંગે જોઈતુ માર્ગદર્શન મળશે.
(૪) પંદર દિવસ પછી એટલે કે ૧૫ એપ્રિલ ૨૦૧૪ના રોજ શિબિરાર્થીએ ટૂંકી વાર્તા લખીને લાવવાની રહેશે.
(૫) ત્રણ જૂથમાં એ વાર્તાઓ વંચાશે અને પ્રત્યેક વાર્તા વિશે નીવડેલા વાર્તાકારોની સાથે ચર્ચા થશે અને માર્ગદર્શન અપાશે.
(૬) આ શિબિર ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસરમાં યોજાશે.
(૭) આ શિબિરમાં ભાગ લેનાર બહેનોએ સવારના ૧૦થી સાંજના ૫ સુધી પૂરા સમય માટે હાજરી આપવાની રહેશે.
(૮) શિબિર દરમ્યાન બે વખત ચા તથા એક સમયના ભોજનની વ્યવસ્થા પરિષદ તરફથી થશે.
(૯) બહારગામથી આવનાર બહેનોએ રાત્રિનિવાસની તથા પ્રવાસખર્ચની વ્યવસ્થા પોતે કરવાની રહેશે.

મોકલવાનું સરનામું: ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા પાછળ, આશ્રમમાર્ગ, પો.બો.નં. ૪૦૬૦, અમદાવાદ- ૩૮૦૦૦૯

-પારુલ કંદર્પ દેસાઈ, પ્રજ્ઞા પટેલ
(સંયોજક)

નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર હસ્તક શ્રી બી.કે. મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશનશ્રેણી અંતર્ગત નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. આથી જે નવોદિત લેખકો/લેખિકાઓનું એક પણ પુસ્તક પ્રગટ ન થયું હોય તેઓ આ શ્રેણીમાં પોતાના પ્રથમ સર્જનાત્મક પુસ્તકની હસ્તપ્રત મોકલી શકે છે.

આ પુસ્તકની પૃષ્ઠમર્યાદા ૧૨૦થી ૧૫૦ની રહેશે. હસ્તપ્રતની ટાઇપકૉપી મોકલવી. હસ્તપ્રત તા.૩૦-૩-૨૦૧૪ સુધીમાં મોકલી આપવા વિનંતી.

હસ્તપ્રત મોકલવાનું સરનામું:

પ્રકાશનમંત્રીશ્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ,
ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, 'ટાઈમ્સ'ની પાછળ, નદીકિનારે, અમદાવાદ ૩૮૦૦૦૯.

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Feb01-14:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad