આગામી કાર્યક્રમો:
પાક્ષિકી : તા.૦૨-૦૪-૧૫, ૨૩-૦૪-૧૫ - વાર્તાપઠન, સાંજે ૬.૧૫ વાગે.
વિશ્વકવિતાકેન્દ્ર: સાંજે ૭ - એપ્રિલ - તા.૧,૮, ૧૫, ૨૨. તા. ૨૯ ના રોજ વ્યાખ્યાન.
આગામી કાર્યક્રમોની વિગત અહીંથી
નવોદિત સર્જેકોના પ્રથમ પુસ્તકનું પ્રકાશન
ગુજરાતી સાહિત્ય પરિષદના ક.લા.સ્વાધ્યાયમંદિર હસ્તક શ્રી બી.કે.મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશનશ્રેણી અંતર્ગત નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે.
આથી જે નવોદિત લેખકો-લેખિકાઓનું એક પણ પુસ્તક પ્રગટ ન થયું હોય તેઓ આ શ્રેણીમાં પોતાના પ્રથમ સર્જનાત્મક પુસ્તકની હસ્તપ્રત મોકલી શકે છે. આ પુસ્તકની પૃષ્ઠ મર્યાદા ૧૫૦ની રહેશે. હસ્તપ્રતની ટાઇપ કૉપી મોકલવી.
હસ્તપ્રત તા.૩૦-૫-૧૫ સુધીમાં મોકલી આપવા વિનંતી. હસ્તપ્રત મોકલવાનું સરનામું - પ્રકાશનમંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ-૯.
|
|
લેખિકાના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન
ગુજરાતી સાહિત્ય પરિષદના 'શ્રીમતી જ્યોત્સનાબહેન હસિતકાન્ત બૂચ' નિધિ અંતર્ગત લેખિકાના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે.
આથી જે લેખિકાઓનું એક પણ પુસ્તક પ્રગટ ન થયું હોય તેઓ આ શ્રેણીમાં પોતાના પ્રથમ સર્જનાત્મક પુસ્તકની હસ્તપ્રત મોકલી શકે છે. આ પુસ્તકની પૃષ્ઠ મર્યાદા ૧૦૦ની રહેશે. હસ્તપ્રતની ટાઇપ કૉપી મોકલવી.
હસ્તપ્રત તા.૩૦-૫-૧૫ સુધીમાં મોકલી આપવા વિનંતી. હસ્તપ્રત મોકલવાનું સરનામું - પ્રકાશનમંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ-૯.
|