આગામી કાર્યક્રમો:
તા.૧લી એપ્રિલ, બુધવાર - રવીન્દ્ર ભવન: ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે રવીન્દ્રનાથનાં ગીતોનો રસાસ્વાદ. પ્રસ્તુતિ: સુજ્ઞા શાહ અને શૈલેશ પારેખ. તા.૧લી એપ્રિલ, સાંજે ૬.૦૦. સ્થળ: ગોવર્ધન સ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. આપને અને સૌ રસિકોને હાર્દિક નિમંત્રણ.
કાદંબરીદેવીની સ્મૃતિમાં લખાયેલાં મનાતાં રવીન્દ્રનાથ ટાગોરનાં ચાર ગીતો અને એક ગદ્યકાવ્ય:
- તુમિ રબે નીરબે (૧૮૯૫, પ્રેમ) – સ્વપ્ને આમાર (૧૯૩૯, પ્રકૃતિ)
- ઓગો શોનો કે બાજાય (૧૮૮૬, પ્રેમ)
- એમોન દિને તારે બલા જાય (૧૮૮૯, પ્રેમ) – મેઘલા દિને (ગદ્યકાવ્ય, ૧૯૧૬)
આ કાર્યક્રમની વિશેષતા:
ઇતિહાસ, જન્મકથા, કાવ્યમય ખૂબીઓ, સંગીત/પઠન અને શક્ય હોય ત્યાં દ્રશ્ય-શ્રાવ્ય દ્વારા દરેક રચનાની પ્રસ્તુતિ અને તેના સ્વરૂપ અને અર્થનું અસાધારણ ઉદ્ઘાટન.
તા.૭મી એપ્રિલ, મંગળવાર - ગ્રંથવિમર્શ: અભ્યાસી વક્તાઓ દ્વારા આસ્વાદ તેમજ પ્રશ્નોત્તરરૂપ ચર્ચા, તા.૭ એપ્રિલ, ૨૦૧૫, મંગળવાર. સાંજે સાડા પાંચ વાગે.
પુસ્તક ૧) છબિ ભીતરની ૨) વિભાજનની વ્યથા ૩) સલામ મંજુ ઝવેરી