રવીન્દ્રભવન, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે - 'ગાંધીજી વિરુદ્ધ ગુરુદેવ' (વાચિકમ: એક અનોખો પ્રયોગ) -શનિવાર નવમી મે, સાંજે સાત વાગે. સ્થળ: રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
વિશ્વકવિતાકેન્દ્ર: સાંજે ૭ - એપ્રિલ - તા.૧,૮, ૧૫, ૨૨. તા. ૨૯ ના રોજ વ્યાખ્યાન.
નવોદિત સર્જેકોના પ્રથમ પુસ્તકનું પ્રકાશન
ગુજરાતી સાહિત્ય પરિષદના ક.લા.સ્વાધ્યાયમંદિર હસ્તક શ્રી બી.કે.મજૂમદાર ટ્રસ્ટ પ્રકાશનશ્રેણી અંતર્ગત નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે.
આથી જે નવોદિત લેખકો-લેખિકાઓનું એક પણ પુસ્તક પ્રગટ ન થયું હોય તેઓ આ શ્રેણીમાં પોતાના પ્રથમ સર્જનાત્મક પુસ્તકની હસ્તપ્રત મોકલી શકે છે. આ પુસ્તકની પૃષ્ઠ મર્યાદા ૧૫૦ની રહેશે. હસ્તપ્રતની ટાઇપ કૉપી મોકલવી.
હસ્તપ્રત તા.૩૦-૫-૧૫ સુધીમાં મોકલી આપવા વિનંતી. હસ્તપ્રત મોકલવાનું સરનામું - પ્રકાશનમંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ-૯.
|
|
લેખિકાના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન
ગુજરાતી સાહિત્ય પરિષદના 'શ્રીમતી જ્યોત્સનાબહેન હસિતકાન્ત બૂચ' નિધિ અંતર્ગત લેખિકાના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે.
આથી જે લેખિકાઓનું એક પણ પુસ્તક પ્રગટ ન થયું હોય તેઓ આ શ્રેણીમાં પોતાના પ્રથમ સર્જનાત્મક પુસ્તકની હસ્તપ્રત મોકલી શકે છે. આ પુસ્તકની પૃષ્ઠ મર્યાદા ૧૦૦ની રહેશે. હસ્તપ્રતની ટાઇપ કૉપી મોકલવી.
હસ્તપ્રત તા.૩૦-૫-૧૫ સુધીમાં મોકલી આપવા વિનંતી. હસ્તપ્રત મોકલવાનું સરનામું - પ્રકાશનમંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ-૯.
|
પરબ
પરબ આર્કાઈવ્ઝ અહીંથી
|