ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : અમૃતલાલ યાજ્ઞિક
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિક
(૮-૮-૧૯૧૩): વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં. પ્રાથમિકથી મેટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રામાં.
૧૯૩૬માં શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૩૯માં ત્યાંથી એ જ વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં ખંડસમયના
વ્યાખ્યાતા. ૧૯૪૦થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક. ૧૯૬૦-૬૧માં કે. જે. સોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય. ૧૯૬૧થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ
કૉલેજ ઑફ આર્ટસ ઍન્ડ સાયન્સ, વિલેપાર્લેના આચાર્ય. |