ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : બળવંતરાય ઠાકોર


બળવંતરાય ઠાકોર Balvantrai Thakor

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

બળવંતરાય કલ્યાણરાવ ઠાકોર, ‘વલ્કલ’, ‘સેહેની’ (૨૩-૧૦-૧૮૬૯, ૨-૧-૧૯૫૨): કવિ, વિવેચક. જન્મ ભરૂચમાં. ૧૮૮૩માં મેટ્રિક. ૧૮૮૯માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક. ૧૮૯૧માં પૂના ડેક્કન કૉલેજમાં એમ.એ.ના અભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨માં ત્યાં ફેલો નિમાયા. ૧૮૯૩માં એમ.એ. થયા વગર જ કૉલેજ છોડી. ૧૮૯૫માં કરાંચીની ડી.જે.સિંધ આર્ટસ કૉલેજમાં ઇતિહાસ, લૉજિક અને મોરલ ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. ૧૮૯૬માં બરોડા કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય, લૉજિક અને ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. એ જ વર્ષે અજમેરની સરકારી કૉલેજમાં ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ૧૮૯૯માં પૂનાની ડેક્કન કૉલેજમાં કામચલાઉ પ્રાધ્યાપકપદે નિયુક્તિ. ૧૯૦૨માં પુન: અજમેરમાં અધ્યાપક અને ઉપાચાર્ય બન્યા. ૧૯૧૪માં પૂનાની ડેક્કન કૉલેજમાં કાયમી અધ્યાપક તરીકે નિયુક્ત. ૧૯૨૪માં નિવૃત્ત થયા, પણ ૧૯૨૭ સુધી પૂના રહ્યા. ૧૯૨૮થી ૧૯૩૭ સુધી વડોદરા અને ૧૯૩૭થી આયુષ્યના અંત સુધી મુંબઈ રહ્યા.

બ.ક. ઠાકોરની કાવ્યરીતિનો દીર્ઘકાલીન પ્રભાવ એમની પછીની પેઢીએ ઝીલ્યો છે. નવી વિભાવના, સોનેટનું નવું સ્વરૂપ, લાગણીને સ્થાને વિચાર, સરલતાની સામે અર્થઘનતા, પ્રાસબંધ અને શ્લોકબંધની સાથે પ્રસરી જતી પંક્તિઓની પ્રવાહિતા – આ સર્વ પ્રવેશ પામ્યા. ગુજરાતીમાં પ્રાસહીન પદ્ય (બ્લેન્ક વર્સ)ની નિકટ જવા એમણે અગેય પૃથ્વી છંદ યોજ્યો. માત્ર સર્જન દ્વારા જ નહીં, પરંતુ ‘શુદ્ધ (અગેય) પદ્ય’, ‘કવિતાશિક્ષણ’ તથા ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ જેવાં વિવેચનો કરીને તેમણે વિચારઘન કવિતાને પ્રજા સુધી પહોંચાડવાનો અથાક પુરુષાર્થ કર્યો છે.વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.