ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ભોગીલાલ સાંડેસરા
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા
(૧૩-૪-૧૯૧૭, ૧૮-૧-૧૯૯૫): વિવેચક, સંપાદક. જન્મ પાટણ તાલુકાના સંડેરમાં. ૧૯૩૫માં મેટ્રિક. ૧૯૩૫-૩૭ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં.
૧૯૪૧માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૩માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ. ૧૯૪૩થી ૧૯૫૦ સુધી ભો.જે.
વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક – સંશોધક. ૧૯૫૦માં પીએચડી. ૧૯૫૦થી ૧૯૭૫ સુધી મ.સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક
અને અધ્યક્ષ. એ દરમ્યાન ૧૯૫૮થી ૧૯૭૫ સુધી પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક. ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિકના સંપાદક. ૧૯૫૫માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૯મા
અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ. ૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમ જ જૈન ધર્મના વિભાગના પ્રમુખ.
૧૯૬૨-૬૪ દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ. ૧૯૫૬-૫૭માં પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ. ૧૯૫૩માં રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૬૨માં નર્મદ સુવર્ણચન્દ્રક.
૧૯૮૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. |