ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ભૃગુરાય અંજારિયા
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:ભૃગુરાય દુર્લભજી અંજારિયા (૬-૧૦-૧૯૧૩, ૭-૭-૧૯૮૦): સાહિત્યસંશોધક, વિવેચક.
જન્મ રાજકોટમાં. પિતા જામનગરમાં શિક્ષક તેથી પ્રાથમિક શિક્ષણ જામનગરમાં. માતા-પિતાના અવસાનને કારણે મેટ્રિક સુધીનું શિક્ષણ રાજકોટમાં.
ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે ૧૯૩૫માં બી.એ. એ જ વિષયો સાથે એમ.એ.નો અભ્યાસ મુંબઈમાં કર્યો, પણ પરીક્ષા અધૂરી છોડી. પીએચ.ડી.
માટે કવિ કાન્ત વિશે ઊંડો અભ્યાસ કર્યો, પરંતુ એ કામ પણ અધૂરું મુકાયું. તબિયતને કારણે થોડાં વર્ષ જેતપુરમાં રહી રાષ્ટ્રસેવાનાં કામો કર્યાં અને થોડાં વર્ષ પીએચ.ડી.ના
અભ્યાસ માટે અમદાવાદમાં રહ્યા, તે સિવાય મુંબઈમાં જ નિવાસ. ખાનગી ટ્યુશનો, ચિલ્ડ્રન્સ અકેડમી અને ફાર્બસ ગુજરાતી સભામાં અનુક્રમે મંત્રી તથા ત્રૈમાસિકના તંત્રી
તરીકે કામગીરી અને અધ્યાપનકાર્ય – એમ વિવિધ પ્રકારની ને વિક્ષેપભરી વ્યાવસાયિક કારકિર્દી. ૧૯૭૭માં મુંબઈની મીઠીબાઈ કૉલેજમાંથી અંગ્રેજીના અધ્યાપક તરીકે
નિવૃત્ત થયા. અવસાન મુંબઈમાં. |