ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ચંદ્રકાન્ત બક્ષી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:ચંદ્રકાન્ત કેશવલાલ બક્ષી
(૨૦-૮-૧૯૩૨, ૨૫-૩-૨૦૦૬): નવલકથાકાર, નવલિકાકાર, નિબંધકાર, પ્રવાસકથાલેખક, આત્મકથાલેખક. જન્મ પાલનપુરમાં. ૧૯૫૨માં મુંબઈથી બી.એ. થઈ કોલકાતા ગયા.
૧૯૫૬માં એલએલ.બી. ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષયોમાં એમ.એ. ૧૯૭૦-૧૯૮૦ દરમિયાન મુંબઈની મીઠીબાઈ કૉલેજમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતક
કક્ષાએ ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનનું અધ્યાપન. ૧૯૮૦થી ૧૯૮૨ એ બે વર્ષ માટે મુંબઈની એલ. એસ. રાહેજા આર્ટસ ઍન્ડ કોમર્સ કૉલેજના પ્રિન્સીપાલ. ત્યારપછી
પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય. |