ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ચંદ્રકાન્ત શેઠ
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ, ‘નંદ સામવેદી’
(૩-૨-૧૯૩૮): કવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ કાલોલ (પંચમહાલ)માં. વતન ઠાસરા (જિ.ખેડા). ૧૯૫૪માં મેટ્રિક. ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી
ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૭૯માં ‘ઉમાશંકર જોશી – સર્જક અને વિવેચક’ વિષય પર ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ.
૧૯૬૧-૬૨માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ખંડસમયના અધ્યાપક. ૧૯૬૨-૬૩માં કપડવંજ કૉલેજમાં, ૧૯૬૩થી ૧૯૬૬ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં, ૧૯૬૬થી ૧૯૭૨ સુધી
ભક્ત વલ્લભ ધોળા કૉલેજમાં અને ૧૯૭૨થી ૧૯૭૯ સુધી પુન: ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને વિભાગ-અધ્યક્ષ. ૧૯૭૯થી ૧૯૮૪ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા. સ્વાધ્યાયમંદિરમાં
નિયામક. પાછા ગૂજરાત વિદ્યાપીઠમાં. ૧૯૯૮માં નિવૃત્ત. ૧-૩-૯૮થી વિશ્વકોશમાં જોડાયા. હાલ ગુજરાત વિશ્વકોશમાં સંપાદન - સહાય. ૧૯૬૪માં કુમારચંદ્રક. નર્મદચંદ્રક વિજેતા.
૧૯૮૪-૮૫નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૮૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ. |