ફોટો ગેલરી - સાહિત્યસર્જકો :ચન્દ્રવદન મહેતા
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ‘ચં.ચી.મહેતા’
(૬-૪-૧૯૦૧, ૨૨-૪-૨૦૦૧): કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં
મેટ્રિક. ૧૯૨૪માં મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩થી ૧૯૩૬ સુધી મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક. મુંબઈ તેમ જ અમદાવાદ
‘આકાશવાણી’ના નિયામક. નિવૃત્તિ બાદ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન. વિદેશના વાસ-પ્રવાસે અનેક દેશોની નાટ્યશાળાઓના,
સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં. નાટ્યકલાના વિશ્વવિખ્યાત તદ્વિદ. ૧૯૭૮માં ગુજરાતી
સાહિત્ય પરિષદના પ્રમુખ. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. ૧૯૩૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૨-૪૬નો નર્મદચંદ્રક. ૧૯૫૦માં કુમારચંદ્રકનો અસ્વીકાર. ૧૯૭૧માં
સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. |