ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ચુનીલાલ મડિયા


ચુનીલાલ મડિયા  Chunilal Madia

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

ચુનીલાલ કાળિદાસ મડિયા (૧૨-૮-૧૯૨૨, ૯-૧૨-૧૯૬૮): નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક, કવિ, સામયિક સંપાદક. જન્મ ધોરાજી (જિ.રાજકોટ)માં. ૧૯૩૯માં મેટ્રિક. ૧૯૪૫માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કોમ. ૧૯૪૬માં ‘જન્મભૂમિ’, મુંબઈમાં. ૧૯૫૦માં ‘યુસીસ’, મુંબઈના ગુજરાતી વિભાગમાં. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ. ૧૯૬૨માં ‘યુસીસ’થી નિવૃત્ત. ૧૯૬૬થી ‘રુચિ’ સાહિત્યિક સામયિકનું પ્રકાશન. ૧૯૫૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. હૃદયરોગથી અમદાવાદમાં અવસાન.

બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા આ લેખકે ૪૬ વર્ષના અલ્પ આયુષ્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, નિબંધ, વિવેચન, ચરિત્ર અને કવિતા જેવાં અનેકવિધ સાહિત્યસ્વરૂપો તેમ જ નાનાવિધ વિષયોમાં વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ, ગ્રામજીવનનું વાસ્તવદર્શી નિરૂપણ તથા નર્મ-મર્મપૂર્ણ હાસ્ય-વ્યંગથી આ સર્જકનો આગવો પ્રતિભાવિશેષ પ્રગટે છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.