ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : દેશળજી પરમાર
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:દેશળજી કહાનજી પરમાર
(૧૩-૧-૧૮૯૪, ૧૨-૨-૧૯૬૬): કવિ. ગણોદ (તા.ગોંડલ)ના વતની. જન્મ સોરઠના સરદારગઢમાં. પ્રાથમિક અભ્યાસ લોધીકામાં. ૧૯૧૨માં મેટ્રિક. ૧૯૧૬માં
ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ. કાયદાના અભ્યાસ માટે મુંબઈ ગયા પરંતુ બે વાર અનુત્તીર્ણ થવાથી ત્યાં જ ‘વીસમી સદી’માં હંગામી કારકુન. ૧૯૧૮માં
અભ્યાસ અધૂરો છોડી ગોંડલની કૉલેજમાં શિક્ષક. ૧૯૨૨માં વનિતાઆશ્રમ, અમદાવાદમાં શિક્ષક. એ દરમિયાન ‘કુમાર’માં કાર્ય. ૧૯૩૧માં ગોંડલના રેવન્યુ ખાતામાં.
ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ. ૧૯૫૩માં નિવૃત્ત. ગોંડલમાં અવસાન. |