ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ફાધર વાલેસ


ફાધર વાલેસ  Father Vales

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

કાર્લોસ જોસે વાલેસ, ‘ફાધર વાલેસ’ (૪-૧૧-૧૯૨૫): નિબંધકાર. જન્મ સ્પેનના લોગ્રોનોમાં. ૧૯૪૧માં એસ.એસ.સી. ૧૯૪૫માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ. ૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે બી.એ. ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ. ૧૯૬૦થી ૧૯૮૨ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક. ૧૯૬૬માં કુમારચંદ્રક અને ૧૯૭૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

એમના ચિંતનાત્મક નિબંધોમાં મુખ્યત્વે જીવનઘડતર અને સંસ્કાર ઘડતરનું લક્ષ્ય હોય છે. ‘ગુજરાત સમાચાર’માં આવતી ‘નવી પેઢીને’ ખૂબ લોકપ્રિય બની હતી. સરલ ગદ્યમાં અનોખી અભિવ્યક્તિઓ એમના લખાણની વિશેષતા છે.વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.