ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ગિજુભાઈ બધેકા


ગિજુભાઈ બધેકા Gijubhai Badheka

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

ગિજુભાઈ ભગવાનજી બધેકા (૧૫-૧૧-૧૮૮૫, ૨૫-૬-૧૯૩૯): બાળસાહિત્યકાર. જન્મ ચિત્તળ (જિ.અમરેલી)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૦૫માં મેટ્રિક. પ્રિવિયસનું વર્ષ પૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩થી ૧૯૧૬ સુધી વઢવાણ-કેમ્પમાં ડિસ્ટ્રિક્ટ હાઈકૉર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક. ૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય. મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો. ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણામૂર્તિભવનમાંથી નિવૃત્ત. પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.

ગુજરાતીમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા – વાર્તા – નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.