ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ગોવર્ધનરામ મા. ત્રિપાઠી


ગોવર્ધનરામ મા. ત્રિપાઠી  Govardhanram M Tripathi

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (૨૦-૧૦-૧૮૫૫, ૪-૧-૧૯૦૭): નવલકથાકાર, કવિ, ચરિત્રકાર, વિવેચક. જન્મ વતન ખેડા જિલ્લાના નડિયાદમાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં. અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદમાં. ચોથા ધોરણથી મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં. ૧૮૭૧માં મેટ્રિક. ૧૮૭૫માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર, ઈતિહાસ, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન જીવન જીવવા અંગે ત્રણ સંકલ્પ કર્યા: એલ.એલ.બી. થઈ મુંબઈમાં વકીલાત કરવી; નોકરી ક્યારેય કરવી નહીં અને ચાળીસમે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું. એલ.એલ.બી.ના અભ્યાસની સાથે ‘ભાષા અને સાહિત્ય’ના વિષયમાં એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો પરંતુ નાજુક તબિયતને કારણે છોડવો પડ્યો. ૧૮૭૬માં પહેલી અને ૧૮૮૩માં બીજી એલ.એલ.બી.ની પરીક્ષા પાસ કરી. એની વચ્ચેનાં વર્ષો પૈકી ૧૮૭૯-૮૩ દરમિયાન અનિચ્છાએ પણ આર્થિક કારણોસર ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે કામ કર્યું. ૧૮૮૩થી ૧૮૯૮ સુધી મુંબઈમાં વકીલાત. સારી વકીલાત ચાલતી હતી તોપણ સંકલ્પ અનુસાર વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ ૧૮૯૮માં લેખનકાર્યના સાતત્ય સારુ નડિયાદ આવીને રહ્યા. ૧૯૦૫માં અમદાવાદની પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નડિયાદમાં અવસાન.

ગુજરાતી નવલકથાકારોમાં સીમાચિહ્ન બની ગયેલા આ સર્જકે ‘સરસ્વતીચંદ્ર’ જેવી અદ્વિતીય ચતુરખંડીય નવલકથા સર્જી છે. તેના ચાર ભાગોમાં ગોવર્ધનરામે સરસ્વતીચંદ્ર – કુમુદની પ્રણયકથાને નિમિત્તે સંસ્કૃતિકથા કહી છે. પૂર્વ-પશ્ચિમના સુભગ સમન્વય દ્વારા નૂતન ભારતીયતાનો આવિષ્કાર એ આ મહાકથાનું ચિરંજીવ પ્રદાન છે. આ ઉપરાંત તેમની પાસેથી ચરિત્રપુસ્તકો, વિવેચન તેમ જ ધર્મ, તત્ત્વજ્ઞાન, સામાજિક ને રાજકીય વિષયો પર લેખો મળે છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.