ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ઈશ્વર પેટલીકર
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, ‘ઈશ્વર પેટલીકર’
(૯-૫-૧૯૧૬, ૨૨-૧૧-૧૯૮૩): નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, પત્રકાર. જન્મ ચરોતરના પેટલાદ તાલુકાના પેટલી ગામમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
પેટલી, મલાતજ અને સોજિત્રામાં. ૧૯૩૫માં મેટ્રિક. વડોદરાની પુરુષ અધ્યાપનશાળામાં તાલીમ લઈ, ૧૯૩૮માં ઉત્તમ પદની પદવી મેળવી. ૧૯૪૪ સુધી નેદરા અને
સાણિયાદની શાળામાં શિક્ષણકાર્ય અને સાહિત્યસર્જનનો આરંભ. આણંદથી પ્રકાશિત થતા ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ’નું સંપાદન તથા લગ્નસહાયક કેન્દ્રનું સંચાલન.
‘લોકનાદ’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘સ્ત્રી’, ‘નિરીક્ષક’ વગેરે પત્રો-સામયિકોમાં સામાજિક અને રાજકીય વિષયો ઉપર નિયમિત કટારલેખન. ૧૯૬૦થી
અમદાવાદમાં સ્થાયી નિવાસ. પત્રકારત્વની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર વધુ સક્રિય. ૧૯૬૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં હૃદયરોગના
હુમલાથી અવસાન. |