ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : જયન્ત પાઠક
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:જયંત હિંમતલાલ પાઠક
(૨૦-૧૦-૧૯૨૦, ૧-૯-૨૦૦૩): કવિ, વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૩માં સુરતની એમ.ટી.બી. કૉલેજમાંથી ગુજરાતી સંસ્કૃત વિષયો
સાથે બી.એ. ૧૯૪૫માં એ જ વિષયો સાથે વડોદરા કૉલેજમાંથી એમ.એ. ૧૯૬૦માં ‘૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા : તેનાં પરિબળો ને સિધ્ધિ’ વિષય પર
પીએચડી. ૧૯૪૩-૧૯૪૭ દરમિયાન દાહોદ-હાલોલની માધ્યમિક શાળાઓમાં શિક્ષક. ૧૯૪૭થી ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’ દૈનિકમાં પત્રકાર. ૧૯૫૩થી નિવૃત્તિપર્યંત
એમ.ટી.બી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૫૭નો કુમારચંદ્રક. ૧૯૭૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૨-૧૯૮૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૭૪માં સોવિયેટ
દેશ નહેરુ એવોર્ડ. ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ તથા ૧૯૯૦-’૯૧ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. |