ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : કે. કા. શાસ્ત્રી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:કેશવરામ કાશીરામ શાસ્ત્રી
(૨૮-૭-૧૯૦૫, ૯-૯-૨૦૦૬): ચરિત્રલેખક, કોશકાર, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ માંગરોળ (સૌરાષ્ટ્ર)માં. મૂળ અવટંક ‘બાંભણિયા’. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ
માંગરોળમાં. ૧૯૨૨માં મેટ્રિક. દરમિયાન પિતાજી પાસે વ્યાકરણ, કાવ્ય અને વેદાંતનું અધ્યયન. ૧૯૨૫થી કૉરોનેશન હાઈસ્કૂલ, માંગરોળમાં ગુજરાતી-સંસ્કૃતના શિક્ષક.
૧૯૩૭માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધક તરીકે નિમણૂંક. ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટી તરફથી ગુજરાતીમાં અનુસ્નાતક અધ્યાપન માટેની માન્યતા. ૧૯૪૬થી ભો.જે.
વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપક-સંશોધકની કામગીરી સંભાળી. ૧૯૫૮થી ૧૯૬૧ દરમિયાન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંશોધનકાર્ય. ૧૯૫૫થી ભો. જે.
વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક અને પીએચડી.ના માર્ગદર્શક. ૧૯૬૧થી ગુજરાત સંશોધન મંડળની અમદાવાદ શાખાના માનાર્હ નિયામક. ‘અનુગ્રહ’ તેમ જ ‘પ્રજાબંધુ’ના
તંત્રી. ગુજરાત સાહિત્યસભાના મંત્રી અને ઉપપ્રમુખ. ૧૯૫૨નો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૬માં ‘વિદ્યાવાચસ્પતિ’ની સંમાનનીય પદવી. ૧૯૭૬માં પદ્મશ્રીનો ખિતાબ.
૧૯૭૭માં ‘મહામહિમોપાધ્યાય’ની માનદ પદવી. ૧૯૮૬માં પૂનામાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ. |