ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : કનૈયાલાલ મા. મુનશી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:કનૈયાલાલ માણેકલાલ મુનશી
(૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, વિવેચક. જન્મ ભરૂચમાં. ૧૯૦૧માં મેટ્રિક. ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ.
ઓગણીસમે વર્ષે એલિસ પ્રાઈઝ સાથે બી.એ. ૧૯૧૦માં એલ.એલ.બી. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો પ્રારંભ. ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ. ૧૯૩૭માં મુંબઈ રાજ્યના
ગૃહપ્રધાન. ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણસભાના સભ્ય. એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન. ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ.
૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના અને જીવનના ઉત્તરાર્ધમાં તેની પ્રવૃત્તિઓના વિકાસ પાછળ પ્રવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં પ્રમુખ.
મુંબઈમાં અવસાન. |