ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : કેશવ હર્ષદ ધ્રુવ

બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
(૧૭-૧૦-૧૮૫૯, ૧૩-૩-૧૯૩૮): ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ દહેગામ તાલુકાના બહિયેલમાં. ૧૮૭૬માં મેટ્રિક. ૧૮૮૨માં બી.એ.
ત્યારબાદ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. ત્યાંથી અમદાવાદની રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલમાં. ૧૯૦૮માં એ જ હાઈસ્કૂલના હેડમાસ્તર. ૧૯૧૫માં
ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક તરીકે નિમાયા. ૧૯૩૪માં નિવૃત્ત. ૧૯૨૦થી ૧૯૩૮ સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ.
૧૯૦૭માં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. |