ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મસ્તફકીર


મસ્તફકીર  Mastafakir

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ, ‘મસ્તફકીર’ (૧૮૯૬, ૧૦-૧૧-૧૯૫૫): હાસ્યકાર, વાર્તાકાર. જન્મ રાજકોટમાં. વતન ચાવંડ (જિ.અમરેલી). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદ, ભાવનગર અને મુંબઈની શાળાઓમાં. મેટ્રિક સુધીનો અભ્યાસ. ૧૯૧૪-૧૭ દરમિયાન ‘અખબારે સોદાગર’ વર્તમાનપત્રના તંત્રીવિભાગમાં. ૧૯૨૧થી ‘પ્રજામિત્ર પારસી’ના ઉપતંત્રી. ૧૯૨૭થી હિન્દુસ્તાન લિમિટેડનાં વર્તમાનપત્રો સાથે સંલગ્ન.

એમના ગ્રંથોમાં હળવા નિબંધ, વાર્તા કે પ્રસંગ તરીકે ઓળખાવી શકાય એવી રચનાઓ છે. અતિશયોક્તિનો આશ્રય લઈને પ્રસંગમાંથી તેઓ બહુધા સ્થૂળ હાસ્ય નિષ્પન્ન કરે છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.